Western Times News

Gujarati News

બોપલમાંથી પકડાયેલા ડ્રગ્સનો મામલો: ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓના નામ ખુલ્યા

અમદાવાદ, અમદાવાદના બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટની તપાસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આરોપી વંદિત પટેલ ડાર્ક વેબનો ઉપયોગ કરીને ડ્રગ્સ મંગાવતો હતો જે અમદાવાદમાં ૨૦થી વધુ સરનામા ઉપર ડિલિવર કરાતું હતું. જુદા-જુદા એડ્રેસ ઉપર કુરિયરથી ડ્રગ્સ સપ્લાય થતું હતું. Drugs seized from Bopal: International drug mafias named

જેથી પોલીસે તમામ મકાન માલિકોને નોટિસ ફટકારી જવાબ પણ લેવામાં આવ્યો હતો. કારણ કે વંદિત અને તેની ગેંગ બંધ મકાનના એડ્રેસ ઉપર ડ્રગ્સ મંગાવતી હતી અને ત્યાંથી પીક અપ કરી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ડ્રગ સપ્લાય થતું હતું.ડ્રગ્સકાંડમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને કસ્ટમ વિભાગે સંયુક્ત તપાસ કરી છે આ કેસમાં FBI નો પણ સંપર્ક પણ કરાયો હતો. જેની તપાસમાં આજે મોટો ખુલાસો કરવામા આવ્યો છે.

આરોપીઓની પૂછપરછ અને તેના દ્વારા મળેલી લિન્ક માંથી ૧૦૦ જેટલા ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓના નામ સામે આવ્યા છે. તમામ ડ્રગ માફિયાની વિગતો FBI ને સોંપવામાં આવી છે.ડ્રગ મામલે FBI પણ તપાસમાં જાેડાઈ ગઈ છે. હાલ NCB ને સાથે રાખી FBI તપાસ કરી રહી છે. મહત્વનું છે કે વિદેશથી અમદાવાદ કાર્ગો મારફતે ડ્રગ આવતું હતું. ૨૦૦થી વધુ પેકેટ અને ૮ આરોપીઓની ધરપકડ થઈ હતી.

ગત વર્ષના નવેમ્બર મહિનામાં ગુજરાતની શાળાઓના બાળકોને ડ્રગ્સની લતે ચાવવાના કાવતરાનો મોટો પર્દાફાશ થયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે જે તે વખતે ખુલાસો કરતા કહ્યું હતું કે, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો વંદિત પટેલ અને અન્ય ત્રણ સાગરીતો વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફત ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

આ યુવકોએ છેલ્લા બે વર્ષમાં રૂ.૧૦ કરોડના ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી અને અંદાજે રૂપિયા ૪ કરોડના ક્રિપ્ટો કરન્સી વ્યવહાર કર્યા હતા. વિદેશથી મંગાવાયેલા આ ડ્રગ્સ ને ગુજરાત સહીત અન્ય રાજ્યોના એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટસના વિધાર્થીઓને સપ્લાય કરાતા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેમના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ-અલગ ૫૦ જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામા પર ૩૦૦થી વધુ વખત ડ્રગ્સ મગાવી ચૂક્યો હોવાની વાત સામે આવી હતી.

આ ઉપરાંત પોલીસે બે ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે. સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કહેવાતો વંદિત પટેલ ટેલીગ્રામ અને સ્નેપચેટ એપ્લિકેશનનાં માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કેળવતો હતો.
સ્કૂલના વિધાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરવામાં પાવરધો મનાતો વંદિત પ્રતિબંધિત નશીલો પદાર્થ મંગાવતો અને મોટા ભાગે રહેણાક વિસ્તારના બંધ મકાનને ‘ટાર્ગેટ’ કરતો હતો. બંધ રહેલા મકાનના સરનામે પાર્સલ મંગાવતો અને બાદમાં ટ્રેક કરી ડીલીવરી એજન્ટને મળીને ડીલીવરી મેળવી લેતો હતો.

છેલ્લા બે વર્ષમાં વંદિત હિમાચલ પ્રદેશ,મુંબઈ ઉપરાંત વિદેશમાંથી એમ મળીને અંદાજે ૧૦૦ કરોડથી વધુ કિમતનાં ડ્રગ્સનો જથ્થો મેળવી ચુક્યો છે. આ જથ્થાની અંદાજે કિમત રૂપિયા ૮ થી ૧૦ કરોડ જેટલી થવા જાય છે. વંદિત ઇથરીયમ લાઇટ કોઇન, બીટકોઇન જેવી કરન્સી મારફતે વ્યવહાર કરતો હતો. વંદિત પટેલ ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓની આડમાં અમેરિકાથી ડ્રગ્સ મંગાવતો હોવાની વાત પણ સામે આવી હતી.

જે પાર્સલ રીસીવ નથી થયા તે પાર્સલ પોલીસ કબજે લીધા છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.હજુ પણ કેટલાક સાગરીતો પોલીસ રડારમાં છે. વંદિત પટેલ સહિતના ચારેય આરોપીઓની પૂછપરછમાંથી આ ખુલાસા થયા છે. ત્યારે આ ડ્રગ્સ રેકેટના ખેપિયાઓને પણ પોલીસ દબોચી લેશે. વંદિત પટેલ સાથે પાર્થ શર્મા, સંજયગિરી ગોસ્વામી, ઝીલ પરાતે સહિત અન્ય ૪ ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.