પેરિસ એરપોર્ટ પર દીપિકાને જોઈને અર્જુનને થયો ગર્વ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Arjun-Kapoor.jpg)
મુંબઈ, બોલિવુડના બહુચર્ચિત લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, જેઓ એક્ટરનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પેરિસ ગયા હતા, તેઓ મુંબઈ પરત ફર્યા છે. તેઓ પેરિસમાં આશરે એક અઠવાડિયું રોકાયા અને આ દરમિયાનની તેમની સુંદર અને રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહ્યા. Arjun was proud to see Deepika at the Paris airport
જ્યારે વેકેશન ખતમ થતાં તેઓ વતન પાછા આવી રહ્યા હતા ત્યારે પેરિસના ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ પર તેમણે દીપિકા પાદુકોણને જાેઈ! બંનેએ તરત જ તેની ઝલક કેમેરામાં કેપ્ચર કરી અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ગર્વ વ્યક્ત કર્યો! હકીકતમાં, પેરિસના એરપોર્ટ પર અર્જુન અને મલાઈકાએ દીપિકાને જાેઈ પરંતુ હોર્ડિંગમાં.
એરપોર્ટ પર એક્ટ્રેસની લેટેસ્ટ બ્રાન્ડની જાહેરાત દેખાડવામાં આવી રહી હતી. અર્જુન કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે @deepikapadukone દેસી ટચ ટુ ધ વિદેશી હોલિડે. પેરિસના એરપોર્ટ પર આ જાેઈને ખૂબ જ ગર્વ થયો’.
અર્જુન બાદ મલાઈકાએ પણ આ જ વીડિયો શેર કરીને લખ્યું છે ‘ખૂબ જ કૂલ @deepikapadukone તું ટ્રેન્ડસેટર છે’. વીડિયોમાં, દીપિકાને બ્રાન્ડની બેગ સાથે પોઝ આપતી જાેઈ શકાય છે. હાલમાં જ તે ઈન્ટરનેશનલ બ્રાન્ડની એમ્બેસેડર બની છે. લક્ઝુરિયસ બ્રાન્ડ હાઉસની એમ્બેસેડર બનનારી દીપિકા પહેલી ભારતીય છે.
ગ્લોબલ પ્લેટફોર્મ પર દેશને રજૂ કરીને દીપિકા પાદુકોણ હેડલાઈન્સમાં છવાયેલી રહે છે. ગયા અઠવાડિયે, તે હોલિવુડ સ્ટાર રામી મલેક અને ઈજિપ્તિયન એક્ટર જાસ્મિન સાબરી સાથે સ્પેનની એક ઈવેન્ટમાં પોઝ આપતી જાેવા મળી હતી. તેણે કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં પણ ભાગ લીધો હતો.
તેને જ્યુરી મેમ્બર તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. ફેસ્ટિવલ દરમિયાન રેડ કાર્પેટ પર પહેરેલા આઉટફિટના કારણે તે ચર્ચામાં રહી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ ફિલ્મ ‘પઠાણ’માં શાહરુખ ખાન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જાેવા મળશે, જે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની છે.
‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ બાદ ‘પઠાણ’ ચોથી એવી ફિલ્મ છે જેમાં દીપિકાને શાહરુખ સાથે કામ કરવાની તક મળી છે.
આ સિવાય તે પહેલીવાર ફિલ્મ ‘ફાઈટર’માં હ્રિતિક રોશન સાથે સ્ક્રીન પર જાેવા મળશે, જે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. આ બે પ્રોજેક્ટ સિવાય દીપિકા સાઉથ સ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ પ્રોજેક્ટ દ્ભ અને અભિતાભ બચ્ચન સાથેની ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકનો પણ ભાગ છે.SS1MS