કરીના કપૂર અને પ્રભાસની જોડી રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા

મુંબઇ, પ્રભાસે ફિલ્મ બાહુબલીથી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે. એક ફિલ્મ દીઠ રૂપિયા ૧૦૦ કરોડનું મહેનતાણું લેનાર પ્રભાસે એકાએક પોતાની ફી વધારી દીધી હોવાના સમાચાર હતા. તેણે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગ્ગાની ફિલ્મ માટે રૂપિયા ૧૫૦ કરોડનું મહેનતાણું લીધું છે. હવે તેની અને કરીના કપૂર ખાનની જાેડી ફિલ્મના પડદે જાેવા મળે તેવી શક્યતા છે.
હાલમાં જ પ્રભાસની આવનારી ફિલ્મ સ્પિરિટની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ સાથે કઇ હિરોઇન હશે તે જાણવા સહુ કોઇ ઉત્સુક છે. કહેવાય છે કે, આ ફિલ્મ માટે કરીના કપૂર ખાનનો સંપર્ક કરવામાં આવ્યો છે.
Kareena Kapoor and Prabhas are likely to be seen on the screen
જાે તે હા પાડશે તો આ ફિલ્મને બોલીવૂડમાં સારો રિસપોન્સ મળશે. હાલ કરીના પાસે કોઇ પ્રોજેક્ટ ન હોવાથી તે આ ફિલ્મ કરવાની ના પાડે તેવી કોઇ શક્યતા દેખાતી નથી. તેમજ પ્રભાસ સાથે કામ કરવા માટે મોટા ભાગની અભિનેત્રીઓ ઉત્સાહિત હોય છે.
જાેકે દિગ્દર્શક, પ્રભાસ કે કરીનાએ આ વાતને સમર્થન આપ્યું નથી. જાેકે એક વાત ચોક્કસ છે કે, કરીના જાે આ ફિલ્મમાં કામ કરશે તો તેને પણ ફાયદો થશે.HS1MS