Western Times News

Gujarati News

દાણમહુડી ગામે ગેસનો બાટલો લીક થતાં ઘરવખરી બળીને ખાખ

ખેડબ્રહ્માના દાણમહુડી ગામે ગેસનો બાટલો લીક થતાં બે દાઝ્યા તથા ઘરવખરી બળીને ખાખ થઈ

ખેડબ્રહ્મા તાલુકાના અંબાજી હાઈવે પર આવેલ દાણમહુડી ગામે આજરોજ તારીખ 30- 6- 22 ના રોજ સવારે 10:00 કલાકે કોઈ અગમ્ય કારણસર ગેસનુ સિલિન્ડર લીક થતાં અથવા ફાટતાં ઘરમાં આગ લાગી હતી.

આગ લાગવાને કારણે  ઘરમાલીક ડાભી જયમલભાઈ નાથાભાઈ તથા તેમનો 21 વર્ષનો પુત્ર રાહુલ દાઝ્યા હતા. આ બનાવ બનતાં ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

તથા જયમલભાઈને 108 દ્વારા ખેડબ્રહ્મા સારવાર માટે લઈ ગયા હતા. જયમલભાઈ પોતાના ઘરમાં દરજીકામ કરતા હોવાથી તેમના તથા ગ્રાહકના કપડા તથા ઘરવખરી બળી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.