રથયાત્રા દરમિયાન શાહપુરમાં કેબિનની છત તુટી, ૨૦થી વધુ લોકો નીચે પડ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. ૨ વર્ષ બાદ લોકોને રથયાત્રાનો લ્હાવો મળતા ભક્તોમાં દર્શનનો અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
નીજ મંદિર તરફ પ્રયાણ કરતાં રથયાત્રા શાહપુર પહોંચી છે. જ્યાં નાની દુર્ઘટના સર્જાઇ છે. એક કેબિન તૂટી પડતાં તેની પર સવાર ૧૫થી ૨૦ લોકો નીચે પટકાયા હતા. જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ નથી.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ ક્રમિશનરની હાજરીમાં આ બનાવ બન્યો હતો. ધડામ દઈને કેબિન નીચે પડતાં કેટલાક બાળકો હેબતાઈ ગયા હતા. બાદમાં હર્ષ સંઘવીએ ત્યાં જઈ બાળકોને શાંત પાડયા હતા અને રૂમાલથી મો લૂછી પોલીસને બાળકોની સાવચેતી રાખવા સૂચન કર્યું હતું.