Western Times News

Gujarati News

હેબતપુર, વસ્ત્રાપુર અને મકરબા રેલવે લાઈન પર ઓવરબ્રિજ બનાવશે

Files Photo

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મોટા જંક્શનો પર ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે રેલવે ફાટકથી વાહનચાલકોને મુક્તિ મળે તે માટે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે.

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ.એ રેલવે પર ૩ ઓવરબ્રીજ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ ૩ બ્રીજ પાછળ અંદાજે અઢી સો કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. વિરમગામ લાઇન પર એક અને બોટાદ લાઇન પર બે બ્રીજ બનતાં જ શહેરમાં આ ૩ જગ્યાએથી પસાર થતાં બે થી સવા બે લાખ જેટલા વાહન ચાલકોને તેનાથી રાહત મળશે. લગભગ સવા બે વર્ષની સમય મર્યાદામાં આ ત્રણ ઓવરબ્રીજ તૈયાર થશે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર નવ અંડરપાસ/ઓવરબ્રિજના કામ પૂર્ણ થઈ ગયાં છે.

હેબતપુર બ્રીજ ઃ વિરમગામ રેલવે લાઇન પર ક્રોસીંગ નં.૧૧ બી પર આ રેલવે બ્રીજ બનશે. જે હેબતપુર ગામ પાસે થલતેજ થી હેબતપુર ગામ, એસપી રીંગરોડ, સાયન્સ સીટી રોડને જાેડશે. આ બ્રીજની કિંમત રૂ. ૬૭.૩૧ કરોડ નક્કી કરવામાં આવી છે. ફ્લાયઓવર બ્રીજ ૬૭૯ મીટર લાંબો હશે. તેમજ ફોર લેન બ્રીજ હશે.

રેલવે પર ૫૪ મીટર અને ૧૧.૩૦ મીટરના બે સ્પાન મુકવામાં આવશે. ૨૬ મહિના એટલે કે સવા બે વર્ષમાં આ બ્રીજ તૈયાર થઇ જાય તેવી શક્યતા છે. વિરમગામ રેલવે લાઇન પર ક્રોસીંગ નં.૧૧ બી પર આ રેલવે બ્રીજ બનશે. જે હેબતપુર ગામ પાસે થલતેજ થી હેબતપુર ગામ, એસપી રીંગરોડ, સાયન્‌ સીટી રોડ કનેક્ટ કરશે.

વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ઃ વેજલપુરથી આનંદનગરનો જાેડતાં આ રેલવે ક્રોસીંગ નં.૨૧ પર મ્યુનિ. દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવશે. બોટદ લાઇન પર બની રહેલો આ બ્રીજ થ્રી લેન ઓવરબ્રીજ ૨૪ થી ૩૦ મીટર જેટલો પહોળો હશે તેમજ ૯૨૧.૨૮ મીટર જેટલો લાંબો હશે. તે બનાવવા પાછળ મ્યુનિ.ને ૫૭.૧૩ કરોડનો ખર્ચ થશે. જેમાં પણ રેલવે પોશર્ન પર ૩૧.૨૮ મીટર અને ૧૧ મીટરના બે સ્ટીલ ગડર સ્પાન મુકવામાં આવશે. આ બ્રીજ પણ ૨૬ મહિના એટલે કે સવા બે વર્ષમાં પુર્ણ કરવામાં આવશે.

મકરબા ઃ મકરબા ટોરેન્ટ પાવર થી કોર્પોરેટ રોડ એસજી હાઇવેેને જાેડતાં ૪૦ મીટરની પહોળાઇનો આ ફોર લેન ઓવરબ્રીજ બનશે. બોટાદ રેલવે લાઇન પર ક્રોસીંગ નં. ૨૪ પર બની રહેલા આ ઓવરબ્રીજ ૬૩૬.૯૦ મીટર લાંબો હશે. જેમાં રેલવે પોર્શનમાં ૩૭.૨૪ મીટર અને ૨૪.૬૪ મીટર પહોળાઇના બે સ્ટીલ ગર્ડર સ્પાન મુકવામાં આવશે.

આ ઓવરબ્રીજ પણ ૨૬ માસ એટલે કે સવા બે વર્ષમાં તૈયાર થઇ જશે. આ બ્રિજ માટે રૂા.૭૦.૭૦ કરોડનો ખર્ચ થશે. જેના માટે રૂા.૮૭.૫૦ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.