વઢવાણ GIDCમાં આવારા તત્ત્વોના ત્રાસથી કારખાનાઓ બંધ થયા

પ્રતિકાત્મક
બંધ કારખાનાઓમાં દારૂનો વેપાર થતો હોવાની બૂમ ઉઠી ઃ મોટાભાગના કારખાનેદારોએ અન્ય શહેરમાં જવાનું પસંદ કર્યું
વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લુંટ, મારામારી, હત્યા અને વેપારીઓને દબાણ કરી અને પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તેવા સંજાેગોમાં વેપારીઓ હવે ગામ છોડી અને અન્ય શહેરોમાં કાયદો વ્યવસ્થાના મામલે ધંધો-રોજગાર કરવાનું પસંદ કરી રહ્યા છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લો રોજગારી ક્ષેત્રે સતત પાછો પડતો જઈ રહ્યો છે.
વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ૩૦ ટકા કારખાનાઓ આવા આવારા તત્વોના પગલે બંધ થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે તેવા સંજાેગોમાં તાજેતરમાં જ સુરેન્દ્રનગર જાેરાવરનગર પોલીસ સ્ટેશનમાં વેપારીઓને માર મારી અને પૈસા માંગવામાં આવ્યા હોય તેવી ફરિયાદો દાખલ થઈ છે.
બીજી તરફ સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બંધ કારખાના ઉપર આવારા તત્વો કબજાે જમાવે છે અને ત્યારબાદ આવા કારખાનાઓમાં વેપારીઓને દબાવી બંધ પડેલી જગ્યાઓ ઉપર કબજાે જમાવી અને ત્યારબાદ દારૂ સંતાડવાના ધંધા કરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
આવારા તત્વોના પગલે કારખાને આવતા મહિલા કર્મીઓની વારંવાર છેડતી થવાના બનાવો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસના સ્ટાફ દ્વારા વઢવાણ સુરેન્દ્રનગર રોડ ઉપર વહેલી સવારે માર્કેટિંગ યાર્ડ તેમજ જીઆઈડીસી વિસ્તારમાં જતાં મોટા વાહનોને ઉભા રાખી ત્યારબાદ હેરાન કરી અને પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની લોકોમાં ફરિયાદ જાગી છે.
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીકથી એક દુકાનદારને બી-ડીવીઝન પોલીસ દ્વારા સવારે દુકાનમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે ઉઠાવી જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશનમાં રાત્રિના નવ વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા.
બસ સ્ટેન્ડ અને ૮૦ ફૂટના રોડ ઉપર રાત્રી દરમિયાન દારૂના અડ્ડા ચાલતા હોય વેપાર ચાલતા હોવાની ફરિયાદ ઉઠી છે. બસ સ્ટેન્ડમાં વારંવાર ચોરી અને બેન-દીકરીઓની છેડતીના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે આ મામલે કોઈપણ પ્રકારની પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતી હોવાની જાણકારી મળી રહી છે.
વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ૩૦ ટકા કારખાનાઓના માલિકો પોતાનો ધંધો-રોજગાર છોડી અને અન્ય શહેરોમાં જવાનું પસંદ કરી લીધું છે.