Western Times News

Gujarati News

આ કારણસર ટોર્ચ લાઈટના સહારે, કરાયા મૃતકના અગ્નિસંસ્કાર

torch-light cremation

વઢવાણ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુકત નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તેવા સંજાેગોમાં બીજી તરફ આવા કામો યોગ્ય રીતે ન થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના શહેરી વિસ્તારની સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ હાલતમાં છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ, કુંભારપરા વિસ્તાર સહિતના વિસ્તારો છે તેમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે તેવા સંજાેગોમાં વારંવાર શહેરીજનો દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે.

પરંતુ આવી સ્ટ્રીટલાઈટો રીપેરીંગ અથવા નવી ન નખાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તારમાં સવાભાઈ થરેસાનું મૃત્યુ થયું હતું. રાત્રિ દરમિયાન તેમને અગ્નિ સંસ્કાર આપવા માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ શહેરી વિસ્તારમાં સ્ટ્રીટલાઈટો ન હોવાના કારણે અગ્નિ સંસ્કાર આપવા જઈ રહેલા ડાઘુઓ દ્વારા ટોર્ચ લાઈટનો સહારો લેવો પડયો હતો. સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સ્થાનિક ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.