Western Times News

Gujarati News

ભરૂચ પાલિકાની બેદરકારીથી ગટરો ઉભરાતાં નાગરિકો ત્રાહિમામ

bharuch-nagarpalica-sewerage-issues

ગટરો જામ થતા પ્રદૂષિત પાણી જાહેરમાર્ગો ઉપર ફરી વળતાં રોગચાળાની દહેશત વચ્ચે પણ રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થવા મજબૂર

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગરપાલિકાની નિષ્ક્રિયતા અને અણ આવડતના કારણે ભરૂચના કેટલાય વિસ્તારોમાં કચરાપેટીઓ ઉભરાઈ ગયા બાદ પણ ઉઠાવવામાં આવતી નથી.

જેના કારણે ઉભરાતી કચરા પેટીઓનો કચરો નજીકમાં રહેલી ગટરોમાં જવાના કારણે ગટર જામ થઈ જતા વરસાદી પાણી સાથે ગટરના ગંદા પ્રદૂષિત પાણી જાહેરમાર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પ્રદૂષિત પાણી માંથી પસાર થવાનો વાળો આવતા રોગચાળાની પણ દહેશત ઊભી થઈ છે.ત્યારે સ્વચ્છતાની વાત કરતી નગરપાલિકા ઉભરાતી કચરાપેટીઓ સમયસર ઉઠાવે તે જરૂરી છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાંધી બજાર સહિત નાની બજાર અને લાલવાડી વિસ્તારમાં ઉભરાતી કચરા પેટીઓ સમયસર ભરૂચ નગરપાલિકા દ્વારા ઉઠાવવાથી નથી જેના કારણે ઉભરાતી કચરાપેટીઓનો કચરો સીધે સીધો નજીકની ગટરોમાં જવાના કારણે ગટર જામ થઈ જતી હોય છે.

તો બીજી તરફ વરસાદના પાણી સાથે ગટરના પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતા ગંદા પ્રદૂષિત પાણી માંથી રાહદારીઓ અને વાહન ચાલકોએ પસાર થવાનો વાળો આવ્યો છે.ત્યારે ભરૂચ નગરપાલિકાએ કાંસ સફાઈમાં પણ વેઠ ઉતારી હોવાના આક્ષેપો થયા છે.

સાથે સાથે ગાંધી બજાર સહિત આજુબાજુના વિસ્તારમાં ઉભરાતી કચરા પેટીઓના કારણે સમગ્ર વિસ્તારમાં ગટરોજામ થઈ જવાના કારણે ગટરના પ્રદૂષિત પાણી સામાન્ય વરસાદમાં પણ જાહેર માર્ગો ઉપરથી પસાર થતા સ્થાનિકોને રોગચાળાની દહેશત પણ સતાવી રહી છે.

ત્યારે ભરૂચ નગરપાલિકા પોતાની હદ વિસ્તારમાં મૂકેલી કચરાપેટીઓ ઉભરાઈ ઊઠ્‌યા બાદ તેને તાત્કાલિક નિકાલ કરે તે જરૂરી છે. ભરૂચના ગાંધી બજાર વિસ્તારમાં ગટરજામ થઈ જવાના કારણે જાહેર માર્ગો પર પ્રદૂષિત પાણી વહેતા થતા સ્થાનિકોએ જામ થઈ ગયેલી ગટરની સફાઈ કરવાના પ્રયત્નો હાથધર્યા હતા.

ત્યારે સ્થાનિકો પણ સફાઈ વેરો ચૂકવતા હોવા છતાં તે પ્રમાણે સુવિધાઓ ન મળતી હોય તેવા સ્પષ્ટ આક્ષેપો થયા છે.ત્યારે સમગ્ર અહેવાલ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ માટે શરમ જનક સાબિત થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.