Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે રિદ્ધિ પરમારનો આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો

Riddhi Parmar arangetram gandhinagar

શ્રમ રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાએ શુભેચ્છા પાઠવી

નેશનલ ફોરેન્સિક સાયન્સ  યુનિવર્સિટી ગાંધીનગર  ખાતે આજે ડૉ. અંકુર પરમાર અને શ્રીમતી સોનાલી પરમારની વહાલસોઈ દીકરી રિદ્ધિ પરમારનું આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ- રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહી કુ. રિદ્ધિ પરમારને શુભેચ્છા પાઠવી તેની ઉત્તરોતર પ્રગતિ કરે તેવા આશિર્વાદ આપ્યા હતા.

પ્રણાલી મહેતા ગાંધી, રિદ્ધિ પરમારના કલા ગુરુનો આશીર્વાદ લઇ આરંગેત્રમ કાર્યક્રમ યોજ્યો હતો. સાથોસાથ દૂરદર્શનના ઉત્તમ કલાકારો ગુરુ શ્રીમતી અપર્ણા મેનોન, વાયોલીન વાદક શ્રી પ્રેમકિરણ મેનોન, વાસળી વાદક શ્રી રાજેન્દ્ર નાયરની સાથે સહાયક રજીસ્ટ્રાર ઘનશ્યામ દરબાર, ગુજરાત સરકારના પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.