Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૫૫ તાલુકામાં વરસાદ

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૫૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારી શહેરમાં ૬૧ એમ.એમ. નોંધાયો છે.

સોમવારે સવારે છ વાગ્યા પુરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૩ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. જ્યારે બે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. મહેસાણાના સતલાસણમાં ૬૦ એમ.એમ., સાબરકાંઠાના વડાલીમાં ૪૫ એમ.એમ., માંગરોળમાં ૪૧ એમ.એમ., સુરતના માંડવીમાં ૩૯ એમ.એમ., વિજયનગરમાં ૩૮ એમ.એમ., મહીસાગરના વિરપુરમાં ૩૮ એમ.એમ. વરસાદ પડ્યો છે.Rainfall in 155 talukas in 24 hours in Gujarat

રવિવારે ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો હતો. રાજ્યના ૩૧ જિલ્લામાં રવિવારે વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો ૧૪.૭૨ ટકા વરસાદ પડ્યો છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કચ્છમાં સરેરાશ ૦ એમ.એમ. વરસાદ પડ્યો છે.

આ સાથે અહીં સિઝનનો કુલ ૭.૬૯ ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૨૪ કલાકમાં સરેરાશ ૭.૨૪ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ ૧૦.૪૫ ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૪ કલાકમાં સરેરાશ ૪.૪૨ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ ૧૦.૩૯ ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૫.૭૯ એમ.એમ. વરસાદ પડ્યો છે.

અહીં સિઝનનો ૧૬.૨૩ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાકમાં સૌથી વધારે સરેરાશ ૧૫.૭૦ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો સૌથી વધારે ૧૮.૫૦ ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ ૧૨૫.૧૪ એમ.એમ. વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં હવામાન વિભાગે રવિવારે જાહેર કરેલી એક યાદી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ૪ જુલાઇથી ૭ જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દ્ગડ્ઢઇહ્લ સતર્ક બન્યું છે. સાતમી જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને ૮ જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે.

૫ જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ૬ જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે. ૭ જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી છે. વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે. ૮ જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.