Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૫૧ મિ.મિ.વરસાદ નોંધાયો

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૨૭ મિ.મિ. અને  સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ. વરસાદ નોંધાયો

મોસમના કુલ વરસાદમાં તાલુકો– ૨૩૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્‍લામાં મોખરાનું સ્થાન જાળવી રાખતો દેડીયાપાડા તાલુકો

રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૪ થી જુલાઇ,૨૦૨૨ ને સોમવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૨૭ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

આ સિવાયના જિલ્લાના નાંદોદ તાલુકામાં-૧૯ મિ.મિ, દેડીયાપાડા તાલુકામાં-૧૪ મિ.મિ. અને સાગબારા તાલુકામાં-૦૭ મિ.મિ. વરસાદ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૫૧ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો  દેડીયાપાડા તાલુકો-૨૩૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું  છે. જ્યારે ગરૂડેશ્વર તાલુકો -૧૮૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૮૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો- ૧૧૫ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-૪૨ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૧૪.૨૫ મીટર, કરજણ ડેમ-૧૦૨.૮૮ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૦.૪૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૭૯.૦૦ મીટરની સપાટી રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.