નેતાઓના સમય સાથે બદલાતા સ્મિતને આજે નહીં ઓળખી શકીએ તો આંતરરાષ્ટ્રીય રાજકારણના ઘુંટાતા રહસ્યને કાલે કોઈ સમજી નહિ શકે?!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/0407-ah-2-1024x512.jpg)
તસવીર વિશ્વના નેતાઓની ગઈકાલની છે તેઓ મળતા ત્યારે તેમના હાથમાં બાળ સ્મિત ના દર્શન થતા સંવેદના સભા સમયે પોતાની ઉપસ્થિતિ હતી અને સ્મિતમાં પણ વિચારી ગહનતા અને હૃદયના પ્રતિભાવ નો અહેસાસ થતો હતો તસ્વીર ડાબી બાજુ થી મહાત્મા ગાંધી, સરદાર પટેલ,પંડિત જવાહરલાલ નેહરુ, અમેરિકા ના પૂર્વ પ્રમુખ જેફરસન,
પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન, પૂર્વ પ્રમુખ જ્હોન કેનેડીની છે તેમના સ્મિત પાછળ ગહન ચિંતા છુપાયેલી દ્રશ્યમાન થાય છે જયારે આજે તો તેની પાસે સત્તા તેની સાથે સ્મિત આ ઘુંટાતા રહસ્ય દુષ્કળ બને છે અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને કહ્યું છે ‘રાજકારણે વિશ્વનો બીજા નંબરનો સૌથી જુનો વ્યવસાય હોવો જાેઈએ
જેને પહેલા નંબરના વ્યવસ્થા સાથે ઘણું સામ્ય છે’! આજનો વૈશ્વિક રાજકારણ શસ્ત્રોના લે વેચ પર આધાર રાખે છે! કદાચ આ સોદામાં કથિત ‘ગુપ્ત કમિશન’તો લેવાતું ને અપાતુ નહીં હોયને?! સામાન્ય જનતા મોંઘવારી, બેકારી, ભૂખમરામાં અને સામાજિક સમસ્યામાંથી બહાર નેતાઓ લાવે તો ચિંતન અને મંથન કરે ને?! આ એક યાદગાર તસવીર છે
જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદી નું મિત્રતા ભર્યું સ્મિત અભિવ્યક્ત થાય છે! જ્યારે બીજી તસવીર જાે બાઈડેન સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્મિત શેર કર્યું છે નેતાઓ એ તો એકબીજા સાથે હસતા જ રહેવું પડે છે!! નહીં તો આંતરરાષ્ટ્રીય રાજકારણમાંથી પત્તું સાફ થઈ જાય તો?
કહેવાય છે કે તેના પડઘા આજકાલ સ્થાનિક રાજકારણ પર પણ પડતા હોવાથી બુદ્ધિજીવીઓ ચર્ચા કરતા જણાય છે સત્તાના સિંહાસન માટે અને સત્તાના સિંહાસન થી વ્યવસાયિક સાહસ ની શોગઠા બાજી ચાલતી હોવાની સંભાવના વચે વિશ્વ માં થતા યુદ્ધો નું પરિણામ કુદરતે રચેલી આ ધરતીનું શું આવશે?
માનવ જાતનું શું થશે? એ ઇન્સાફના તરાજુને સમતોલ રાખનારી વૈશ્વિક અદાલતે અને ભારતની સુપ્રીમકોર્ટે પણ વિચારવું પડશે વૈશ્વિક રાજકીય વ્યવસાયકરણ થી દુનિયાને પણ બચાવશે!! આ સવાલ નજર અંદાજ કરી શકાય તેમ નથી આખરી તસવીર વિશ્વ અદાલતની છે અને ભારતની સુપ્રીમ કોર્ટની છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા )
મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાલાલ નેહરુ અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસન, અબ્રાહમ લિંકન અને જાેન કેનેડીનુ આંતરરાષ્ટ્રીય સ્મિત અને આજના નેતાઓ નો સમય સાથે બદલાતા શું કહે છે?!
પ્રમાણિક રહીને તમે રાજકારણનો વ્યવસાય સ્વીકારી ન શકે તો – સુઈસ મેકહેન્રી
અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂજવેલ્ત ના રાજકીય સલાહકાર અને જાણીતા પત્રકાર લુઇસ મેક હેનરી હોવે કહ્યું છે કે ‘‘પ્રમાણિક રહીને તમે રાજકારણનું વ્યવસાય સ્વીકારી ન શકો’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને કહ્યું છે કે ‘‘રાજકારણ એ વિશ્વનો બીજા નંબરનો સૌથી જૂનો વ્યવસાય હોવો જાેઈએ
જેને પહેલા નંબરના વ્યવસાય સાથે ઘણું સામ્ય છે’’!! વિશ્વના રાજકારણ નો ઇતિહાસ તપાસતા જણાય છે કે સત્તાનું રાજકારણ કે રાજકારણમાં સત્તા એ બે ઘોડા પર સવારી કરવાનો વ્યવસાય બની ગયો છે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાલાલ નેહરૂ અમેરિકાની વાત કરીએ તો થોમસ જફરસન, અબ્રાહમ લિંકન, જાેન એફ કેનેડી ના સમયે એવો હતો
જેમાં રાજકારણનો પર્યાય શબ્દ સેવા હતો વિશ્વ બે વિચારધારા વચ્ચે વહેંચાયેલું હતું લોકશાહી અને સામ્યવાદી પણ હિટલર, મુસોલીની, સદ્દામ હુસેન જેવા ધાર્મિક અને જાતિવાદી કટરવાદીઓએ પરમેશ્વરના મૂલ્યોને બદલી નાખ્યા છે કુદરતના ન્યાયને ખતમ કર્યો છે અને વિશ્વ નાગરિકતા અને માનવ ધર્મની હત્યા થતી હોય તો વાંધો નથી મારું સત્તાનું શાસન ચો તરત રહેવું જાેઈએ આ આજની કમનસીબી છે
રહસ્યમય નિખાલસસ્મિતનું અવલોકન આંતરરાષ્ટ્રીય અદાલતે અને ભારતની સુપ્રીમકોર્ટ કરતા રહેવાની જરૂર છે કારણકે ઇન્સાફનું ત્રાજવું માનવ જાતને બચાવી શકશે?!