Western Times News

Gujarati News

ખરાબ હવામાનને લીધે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી

શ્રીનગર , અમરનાથ યાત્રાની શરુઆત થયા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં દેશના અલગ-અલગ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવા કરવા માટે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. જાેકે, ખરાબ હવામાનના કારણે યાત્રાને થોભાવી દેવી પડી છે. આવામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને અહીં બનાવેલા કેમ્પમાં રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ભારે વરસાદના લીધે યાત્રાળુઓ પર્વત પર ફસાઈ ના જાય કે કોઈ જાનહાનીની ઘટના ના બને તે માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. હવે અહીં હવામાન સારું થયા બાદ યાત્રાળુઓને અમરનાથ ગુફા તરફ આગળ વધવા માટેની મંજૂરી આપવામાં આવશે. મહત્વનું છે કે બે વર્ષથી કોરોના મહામારીના કારણે ઉભી થયેલી અડચણો બાદ આ વર્ષે મોટી સંખ્યામાં અમરનાથ યાત્રા પર જવા માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન માટે રવાના થયા છે. ૫૫ હજારથી વધારે શ્રદ્ધાળુઓએ યાત્રાના પાંચમા દિવસે ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર આવેલા બરફથી બનેલા શિવલિંગની પૂજા-અર્ચના કરી છે. ખરાબ હવામાનના કારણે યાત્રાળુઓને અટકાવી દેવામાં આવ્યા છે. પહેલગામના નુનવાન બેઝ કેમ્પ પર ગુફા તરફ આગળ વધતા શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે.

અમરનાથની યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે અહીં સમાજસેવી સંસ્થાઓ તથા સેના દ્વારા જરુરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે કે જેથી શ્રદ્ધાળુઓને અડચણ ના પડે. વર્ષમાં એકવાર યોજાતી અમરનાથની યાત્રાની શરુઆત ગુરુવારે થઈ હતી, જેમાં પહેલો ૨,૭૫૦ શ્રદ્ધાળુઓનો જથ્થો બાબા અમરનાથના દર્શન માટે રવાના થયો હતો.

અમરનાથ આવતા શ્રદ્ધાળુઓ અહીં દક્ષિણ કાશ્મીરમાં હિમાલયમાં આવેલી ગુફામાં બરફના સ્વયંભૂ બનતા શિવલિંગના દર્શન કરવા માટે આવે છે. વર્ષમાં એકવાર યોજાતી યાત્રાનું ૧૧ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપન થશે.અમરનાથની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ પાસેથી અહીં અપાતી સુવિધાઓમાં સુધાર કરવા માટે તીર્થ અધિકારીઓ મહત્વની વાત કહેવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (એસએએસબી)એ સોમવારે તીર્થયાત્રીઓ માટે ફીડબેક સેવા શરુ કરી છે. જેમાં યાત્રાળુઓને અહીં મળતી સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા, સ્વચ્છતા અને ભોજનની ગુણવત્તા પોતાના અનુભવો જણાવી શકશે, જેના આધારે સુવિધાઓમાં જરુરી સુધારા વધારા કરવામાં આવશે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે અહીં સતત યાત્રાળુઓને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.