Western Times News

Gujarati News

શિંદે જૂથે ઠાકરે જૂથના ૧૪ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા કાર્યવાહી શરૂ કરી

Maharashtra: Not to leave Shiv Sena- not to join any party: Shinde

મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ચાલી રહેલુ રાજકીય યુદ્ધ રોકાયુ નથી. વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ જીત્યા બાદ હવે શિંદે જૂથે ઠાકરે કેમ્પના ૧૪ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તેથી શિંદે જૂથના નજીકના ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી તેમને નોટિસ જારી કરાઈ છે. શિંદે જૂથનો આરોપ છે કે ઠાકરે કેમ્પના ધારાસભ્યોએ વ્હિપનુ પાલન કરતા શિંદે જૂથના પક્ષમાં મતદાન કર્યુ નહીં.મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના કુલ ૫૫ ધારાસભ્ય છે. જેમાંથી ૩૯ ધારાસભ્ય એકનાથ શિંદેની સાથે હતા, જ્યારે ૧૬ ઠાકરે કેમ્પમાં જાેડાયા હતા.

વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન ઠાકરે જૂથના વધુ એક ધારાસભ્ય શિંદે જૂથની સાથે જાેડાઈ ગયા. આ સાથે જ ઠાકરે જૂથમાં આદિત્ય ઠાકરે સહિત માત્ર ૧૫ ધારાસભ્ય બચ્યા. જ્યારે ઉદ્ધવ ઠાકરે MLC છે. વિધાનસભાના નવા સ્પીકર રાહુલ નાર્વેકરે રવિવારે ગોગાવલેને શિવસેનાના મુખ્ય સચેતક તરીકે માન્યતા આપી હતી. જે બાદ શિંદે જૂથે આદિત્ય ઠાકરેને છોડીને ઠાકરે જૂથના બાકી ૧૪ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટે નોટિસ જારી કરી છે.

આ નોટિસમાં આદિત્ય ઠાકરેનુ નામ સામેલ ન કરવાના કારણની શિંદે જૂથે સ્પષ્ટતા કરી છે. પાર્ટીના ચીફ વ્હિપ ભરત ગોગાવલેએ કહ્યુ કે બાલા સાહેબ ઠાકરે પ્રત્યેના સન્માનના કારણે તેમના પૌત્ર આદિત્ય ઠાકરેનુ નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યુ નથી. ગોગાવલેએ કહ્યુ કે જાે નોટિસ મેળવનાર ૧૪ ધારાસભ્યોએ યોગ્ય જવાબ રજૂ ના કર્યો તો તેમને ધારાસભ્ય પદ પરથી અયોગ્ય ઠેરવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.