Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ઊથલપાથલના વાસ્તવિક કલાકાર ફડણવિસઃ શિંદે

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે ખુલાસો કર્યો હતો કે, ગયા મહિને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી તેમના માટે શિવસેના સામે બળવો કરવાનું છેલ્લું કારણ હતું, જાેકે તેમણે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને નવી સરકારના ગઠન અને વાસ્તવિક કલાકારની સંજ્ઞા આપીને તેમની પ્રશંસા કરી હતી.

શિંદેએ વિશ્વાસ મત જીત્યા બાદ વિધાનસભામાં કહ્યું કે, વિધાન પરિષદની ચૂંટણી પરિણામના દિવસે ૨૦ જૂનના રોજ અને જે રીતે મારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો ત્યાર બાદ મેં ર્નિણય કર્યો કે હવે હું પાછળ ફરીને નહીં જાેઈશ. વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે તમામ પાંચ બેઠકો પર જીત મેળવી હતી.

જ્યારે કોંગ્રેસના ચંદ્રકાંત હંડોરનો પરાજય થયો હતો. થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાનો બીજાે ઉમેદવાર ભાજપના ત્રીજા ઉમેદવાર સામે હારી ગયો હતો.તેઓ મુંબઈથી કેવી રીતે બહાર નીકળ્યા તેનો ઉલ્લેખ કરીને શિંદેએ કહ્યું કે, પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી.

તેણે કહ્યું કે, ‘હું એ જાણું છું કે, મોબાઈલ ફોન ટાવર કેવી રીતે શોધી શકાય અને વ્યક્તિને કેવી રીતે ટ્રેક કરવી. નાકાબંધીથી કેવી રીતે બચી શકાય તે પણ હું જાણું છું. નવી સરકારની રચના પહેલા પડદા પાછળની પ્રવૃત્તિઓની ઝલક આપતા શિંદેએ યાદ કર્યું કે, મધ્યરાત્રિએ જ્યારે તમામ ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં સૂતા હતા ત્યારે તેઓ હોટેલમાંથી નીકળતા હતા અનેવહેલી સવારે પાછા ફરતા હતા.

મુંબઈથી નીકળ્યા બાદ સંભવતઃ ૨૦ જૂનની રાત્રે શિંદે સમૂહ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ગુવાહાટી જતા પહેલા સુરતની એક હોટલમાં હતો. અલગ થયેલા ધારાસભ્યો ૨ જુલાઈએ મુંબઈ પરત ફર્યા તે પહેલા ૨૯ જૂને ગોવા ગયા હતા. છેલ્લા ગુરુવારે શિંદેએ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.