રેસ્ટોરન્ટના માલિકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
(એજન્સી)રાજકોટ, રાજકોટના જાણીતા પટેલ વિહાર રેસ્ટોરન્ટના સંચાલક હસમુખ પાંચાણીએ આજે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હસમુખ પાંચાણીએ વહેલી સવારે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા પોતાના ઘરે ગાળેફાંસો ખાઈને મોત વ્હાલું કરી લીધું હતું.
પરિવારના મોભીના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. મૃતક હસમુખના સબંધીઓના જણાવ્યા મુજબ હસમુખભાઈ આર્થિક સંકળામણ ભોગવતા હોય તેવું લાગી રહ્યું છે. જાેકે આપઘાત અંગેનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.
પોલીસ તપાસ બાદ મોત અંગેનું કારણ સામે આવશે. નોંધનિય છે કે, મૃતક હસમુખ પાંચાણી સહીત ત્રણ ભાઇઓમાં હસમુખભાઈ વચેટ હતા. અને હસમુખભાઈને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું છે.