હ્રદયરોગના દર્દીઓમાં કાર્ડિયાક રોગના જોખમોનો અંદાજ મેળવવો સરળ બનશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/connectedlife.jpg)
કનેક્ટેડલાઇફ પ્લેટફોર્મ ફિટબિટ વેરેબલ ઉપકરણો અને દર્દીના રિપોર્ટના ડેટા મેળવે છે અને એનું વિશ્લેષણ કરે છે જેને કારણે હ્દય સંબંધિત રોગની માહિતી મળી શકે છે.
અપોલો હોસ્પિટલ્સે કનેક્ટેડલાઇફ ડિજટિલ વેલનેસ સોલ્યુશન્સ સાથે કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ટૂલને સંકલિત કર્યા
એશિયાની સૌથી પ્રસિદ્ધ ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર સર્વિસીસ પ્રોવાઇડર અપોલો હોસ્પિટલ્સે આજે વેલનેસ, કન્ડિશન મેનેજમેન્ટ અને અન્ય આરોગ્ય-કેન્દ્રિત એપ્લિકેશન્સ માટે કનેક્ટેડલાઇફના ડિજિટલ સોલ્યુશન્સ સાથે અપોલોના AICVD ટૂલને સંકલિત કરવા, મોટર સ્ટેટ ડાઇગ્નોસ્ટિક્સની એપ્લિકેશનમાં લીડર કનેક્ટેડલાઇફ સાથે વિશિષ્ટ જોડાણની જાહેરાત કરી હતી.
AICVD ટૂલ કાર્ડિયોવાસ્ક્યુલર રોગના જોખમનો અંદાજ આપી શકે છે. આ હેલ્થકેર પ્રોવાઇડર્સને તેમના દર્દીઓમાં કાર્ડિયાક રોગના જોખમોનો અંદાજ મેળવવા ટૂલ્સ સાથે સક્ષમ બનાવશે તથા વાસ્તવિક ફરક લાવવા વહેલસાર પર્યાપ્ત સારવાર શરૂ કરવા સક્ષમ બનાવશે.
આ જોડાણની જાહેરાત કરવા ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ક્લિનિકલ ઇન્ટિગ્રેશનને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. કાર્ડિયાક રિસ્ક સ્કોરિંગ ટૂલ ડેટા પ્રોસેસિંગમાં એની સ્પીડ માટે નોંધપાત્ર છે અને કોરોનરી રોગ વિકસતા હોય એવા દર્દીની સંભવિતતાનો સચોટ તાગ આપે છે.
જ્યારે આ ટૂલનો ઉપયોગ કરીને ફિઝિશિયન્સ જોખમ ધરાવતી વ્યક્તિઓ માટે સક્રિય, નિવારણ પૂર્વે અને નિવારણાત્મક સારવાર પ્રદાન કરવા સક્ષમ બનાવે છે, જીવનની ગુણવત્તા વધારે છે, ત્યારે જીવનના ભવિષ્યના જોખમોને ઓછા કરે છે અને હેલ્થકેર સિસ્ટમ પર દબાણ ઓછું કરે છે.
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “કાર્ડિયોવાસ્ક્યુલર રોગો સાથે NCDsનું વધતું ભારણ એક સમસ્યા છે, જે આપણી વસ્તીના સરેરાશ આયુષ્માં વધારા સાથે વધી રહી છે. ઉપરાંત NCDsને કારણ અકાળે મૃત્યુઓની સામાજિક-આર્થિક સ્તરે અતિ ઊંચી અસર થાય છે, કારણ કે આ પ્રકારના મૃત્યુઓનો ભોગ બનતી વ્યક્તિઓ સામાન્ય રીતે પરિવારની આવકના મુખ્ય સ્તોત્ર હોય છે.
જ્યારે વહેલાસર નિદાન અને હસ્તક્ષેપ સકારાત્મક અસર કરી શકે છે, ત્યારે ડૉક્ટર્સ હૃદયરોગ વિકસતા હોય એવા તેમના દર્દીઓના જોખમનું મૂલ્યાંકન કરવા ઉપયોગી ટૂલ ધરાવતા નથી. કનેક્ટેડલાઇફ સાથે જોડાણ હેલ્થકેર પ્રોવાઇડર્સને જોખમનો તાગ મેળવવા અને શ્રેષ્ઠ નૈદાનિક પરિણામો પ્રદાન કરવા સંપૂર્ણ ટૂલ આપવા કનેક્ટેડલાઇફના હેલ્થકેર સોલ્યુશન્સ સાથે પ્રીડિક્ટિવ એઆઈ ટૂલ્સ વિકસાવવામાં અમારા અનુભવ અને કુશળતાનો સમન્વય કરે છે.”
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “અમે માનીએ છીએ કે, ટેકનોલોજી ડૉક્ટર્સને બિનચેપી રોગો સામે લડવા ઉચિત ટૂલ્સ સાથે સજ્જ કરીને ખરાં અર્થમાં સકારાત્મક અસર કરી શકે છે.
કનેક્ટેડલાઇફ સાથે જોડાણ યુઝર-અનુકૂળ અને વિશ્વસનિય રીતે જોખમનો અંદાજ આપતા ટૂલ્સ સાથે AI/MLનો સમન્વય કરે છે, જે વહેલાસર કામગીરી કરવા ઉપયોગી જાણકારી પ્રદાન કરે છે. ભારતીય વસ્તીનો હાર્ટ રિસ્ક સ્કોર રોગનું નિવારણ વધારવા અને ભારણ ઘટાડવા નિવારણાત્મક હેલ્થકેર ટેકનોલોજીનો ઉપયોગી કેવી રીતે કરશે એનું એક ઉદાહરણ છે. આ ફક્ત શરૂઆત છે અને અમે NCD રોગનું ભારણ નિવારવા અને ઘટાડવા અન્ય NCDs સાથે જોડાણ વધારીશું.
અમે દુનિયાભરમાં NCDsના વધારાને ઘટાડવા નોંધપાત્ર અસર કરવા વધારે ટૂલ્સ સાથે જોડાણ વધારવા આતુર છીએ. આ જોડાણ ક્લિનિક્લ AIમાં સહવિકાસ માટે અમારા સંશોધનને વધારે મજબૂત કરશે, જે અમારા હાલના મોડલ્સનો ઉપયોગ કરવાની સાથે હેલ્થ રિસ્કના સ્કોરની વધારે સારી સમજણ મેળવવા માટેનો માર્ગ મોકળો કરશે.”
કનેક્ટેડલાઇફ સિંગાપોરમાં હેડક્વાર્ટર ધરાવતી હેલ્થ-ટેક છે તથા વેલનેસ, કન્ડિશન મેનેજમેન્ટ અને અન્ય આરોગ્ય-કેન્દ્રિત સોલ્યુશન્સ માટે આવશ્યક વેરેબલ-આધારિત સોલ્યુશન્સ ઊભા કરવા ફિટબિટ સાથે જોડાણ ધરાવે છે. કનેક્ટેડલાઇફ પ્લેટફોર્મ ફિટબિટ વેરેબલ ઉપકરણો અને દર્દીના રિપોર્ટના ડેટા મેળવે છે અને એનું વિશ્લેષણ કરે છે, જેથી વ્યક્તિઓ અને કનેક્ટેડ વસ્તીના હેલ્થ હિતધારકો માટે હેલ્થ અને વેલનેસ સાથે સંબંધિત ઉપયોગી જાણકારી મળે છે.
અપોલો હોસ્પિટલ્સ અને કનેક્ટેડલાઇફ વચ્ચે વિશિષ્ટ સંશોધન અને વિકાસલક્ષી જોડાણ “કનેક્ટેડલાઇફ વિથ ફિટબિટ” એપ્લિકેશનના તમામ યુઝર્સ સાથે અપોલોના ક્લિનિકલ એઆઈને સરળતાપૂર્વક સંકલિત કરે છે અને સતત એની ઉપલબ્ધતા પ્રદાન કરે છે
તેમજ લગભગ રિયલ-ટાઇમ, સતત, લાંબા ગાળાના વેલનેસ અને હેલ્થ ડેટા સાથે AI પ્રદાન કરીને અદ્યતન એપ્લિકેશન અને ક્ષમતાઓ પણ પ્રદાન કરશે. આ ડેટામાં શ્વાસોશ્વાસનો દર, હેલ્થ રેટ, કસરત, સતત બેસી રહેવાનો સમય, ઊંઘ, PROs સામેલ છે. પરિણામે વ્યક્તિને રિમોટ, હોમ સેટિંગમાં સતત અને ગતિશીલ સમય મૂલ્યાંકનથી ડિજિટલ પરિવર્તનનો લાભ મળશે.
આના પરિણામે ડાયનેમિક કનેક્ટેડલાઇફ ફિઝિશિયન્સ પર્સનલ કેર પ્લાન (અંગત સારવારની યોજના) અને ડિજિટલી મોનિટર પેશન્ટ કમ્પ્લાયન્સ ડિઝાઇન કરી શકે છે અને પ્રદાન કરી શકે છે તથા જીવનશૈલીમાં સુધારા તથા વેલનેસમાં સુધારા સાથે ભલામણો સાથે વિવિધ પગલાંની પ્રગતિને માપી શકે છે તેમજ આરોગ્યલક્ષી ચાવીરૂપ બાબતો આપે છે, જેનાથી કાર્ડિયાક રોગનું જોખમ ઘટે છે.
કનેક્ટેડલાઇફના સ્થાપક અને સીઇઓ ડેરીલ આર્નોલ્ડે કહ્યું હતું કે, “અમને અપોલો હોસ્પિટલ્સ સાથે જોડાણ કરવા પર ગર્વ છે. ભારત અને દુનિયાભરમાં હેલ્થ ઇકો-સિસ્ટમની અંદર આકાર લેતી ડિજિટલ પરિવર્તનની પ્રક્રિયાને આગળ વધારવા તેના શ્રેષ્ઠ ક્લિનિકલ AI ટૂલ્સનું અમારા કનેક્ટેડલાઇફ સોલ્યુશન્સ સાથે સંકલિત કરવા પર ગર્વ છે.
ફિટબિટ સાથે કનેક્ટેડલાઇફ માટે આ ઇનોવેશન કરવા અને ઉપયોગ કરવામાં સરળ સ્માર્ટફોન અને વેરેબેલ ટેકનોલોજી લાગુ કરવાની વિશ્વસનિય તક છે, જેથી કાર્ડિયાક રોગના જોખમનું મોટા પાયે અને સતત અંદાજ મળી શકશે.
અમારા વિશ્વસનિય, સલામત અને સ્કેલેબ્લ એન્ટરપ્રાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા એક્વિઝિશન અને ઉપયોગ, ગોપનીયતા અને જાળવણી સાથે કનેક્ટેડલાઇફ આગામી મહિનાઓમાં દુનિયાભરના દર્દીઓ અને હેલ્થકેર પાર્ટનર્સને લાભ આપવા અપોલોના ક્લિનિકલ AI ટૂલ્સની ઉપયોગિતાના વધારે સંકલનને આવરી લેશે.“
ફિટબિટ હેલ્થ સોલ્યુશન ઇન્ટરનેશન અને APAC માટે ડિરેક્ટર સ્ટીવ મોર્લીએ કહ્યું હતું કે, “અમે ભારતમાં ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા સોલ્યુશન્સ વિકસાવવા અને એનો અમલ કરવા અપોલો હોસ્પિટલ્સ જેવા વ્યૂહાત્મક પાર્ટનર્સ સાથે જોડાણની સુવિધા આપવા કનેક્ટેડલાઇફ સાથે અમારી જોડાણ વધારીને રોમાંચિત છીએ.
આ પ્રોગ્રામ દર્દીઓને તેમના આરોગ્યલક્ષી માપદંડોનો વધારે સારો ચિતાર આપશે, જે તેમને તેમના હૃદયના આરોગ્યની સ્થિતિનું વધારે સારી રીતે વ્યવસ્થાપન કરવા મદદરૂપ થઈ શકે છે.”
અત્યારે કનેક્ટેડલાઇફની ટીમ દુનિયાભરમાં 50થી વધારે હેલ્થકેર પાર્ટનર્સ સાથે એના સોલ્યુશન્સ સ્થાપિત કરે છે અને અપોલો ક્લિનિકલ AICVD ટૂલ તમામ ગ્રાહકોને ઓટોમેટિક ઉપલબ્ધ થશે અને કાર્યરત થશે. સિંગાપોરમાં નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલ સિસ્ટમની એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલ ફિટબિટ એપ્લિકેશન સાથે કનેક્ટેડલાઇફ દ્વારા અપોલોની ક્લિનિકલ AIના બહોળા સ્વીકાર અને રોજિંદા ઉપયોગ માટે સજ્જ થવા કનેક્ટેડલાઇફ સાથે કામ કરે છે.
કનેક્ટેડલાઇફ સાથે સંયુક્તપણે એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલ ક્લિનિકલ AI ડિલિવરી વધારવા અને સ્વસ્થ સિંગાપોર તરફ અગ્રેસર થવા અપોલો હોસ્પિટલ્સ સાથે જોડાણ કરશે.
એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલના ક્લિનિકલ ડિરેક્ટર, હેલ્થકેર રિડિઝાઇનના ડૉ. એલેક્ઝાન્ડર યિપે કહ્યું હતું કે, “એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલ્સના સંકલિત કેર મોડલ્સનો ઉદ્દેશ અમારી હોસ્પિટલની અંદર અને સમુદાયમાં સંગઠિત અને સંકલિત સારસંભાળ આપીને અમારા દર્દીઓના આરોગ્યલક્ષી પરિણામો અને અનુભવો વધારવાનો છે.
સામાન્ય રીતે, જ્યારે અમે દર્દીઓ સાથે સંવાદ કરીએ છીએ, ત્યારે અમને તેમના આરોગ્યની સ્થિતિ આછીપાતળી જોઈએ છીએ, ઘણી વાર જ્યારે તેઓ બિમાર હોય છે અને અમે એ ક્ષણે તેમની સારવાર કરી છીએ ત્યારે. જોકે જોકે રોગને એકાએક ત્રાટકવાની તક મળે એ અગાઉ હસ્તક્ષેપ કરવા અને દર્દીઓને અંગત સારવાર કેવી રીતે પૂરી પાડવી એની સમજણ કેળવવા અતિ વધારે માહિતી મેળવી શકતાં નથી,
જે અમારા માટે ઉપયોગી પુરવાર થઈ શકે છે. ડિજિટલ ટેકનોલોજીમાં આધુનિકતા અમને જાણકારી આ ગેપને ભરવા અમને મદદ કરીએ છીએ. એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલ્સની વ્યૂહાત્મક પ્રાથમિકતા ડિજટિલ સંચાલનની છે. એમાં નવી ટેકનોલોજીઓનો સ્વીકાર સામેલ છે, જે અમને દર્દીના આરોગ્ય પર સતત નજર રાખવાની સુવિધા આપે છે તથા રોગનો અંદાજ બાંધવા અને નિવારવા કાર્યક્રમોમાં લોકોને જોડે છે.”