Western Times News

Gujarati News

કંગના રાણાવતની ધાકડ ફ્લોપ જતાં પ્રોડ્યૂસરના માથે થયું દેવું

મુંબઈ, એક્શનથી ભરપૂર ફિલ્મ ધાકડનું કંગના રનૌતે જબરદસ્ત પ્રમોશન કર્યું હતું, તેના ફેન્સ પણ આ તેમાં કંઈક ખાસ હશે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ મે મહિનામાં જ્યારે ‘ધાકડ’ થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે ખૂબ ખરાબ રીતે પછડાઈ હતી.

ફિલ્મને દર્શકો મળવા પણ મુશ્કેલ થઈ ગયા હતા અને તેના કારણે શો કેન્સલ કરવા પડ્યા હતા. ફિલ્મ આશરે ૮૫ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી માંડ ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મના ખરાબ પર્ફોર્મન્સ બાદ ‘ધાકડ’ના પ્રોડ્યૂસર દીપક મુકુટે દેવું ચૂકવવા માટે પોતાની ઓફિસ વેચી દીધી હોવાની ખબર વહેતી થઈ હતી. આ અંગે તેમણે પોતે જ ખુલાસો કર્યો છે અને સમગ્ર હકીકત જણાવી છે.Kangana’s dhakad flop goes to the head of the producer

હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં દીપક મુકુટે જણાવ્યું હતું કે, ‘ધાકડ’ બોક્સઓફિસ પર કેમ ફ્લોપ ગઈ અને આટલા ખરાબ પર્ફોર્મન્સ બાદ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો? ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું ‘આ બધી પાયાવિહોણી અફવા અને ખોટી ખબર છે.

હું પહેલાથી જ મોટાભાગના દેવામાંથી નીકળી ચૂક્યો છું અને જે પણ બચ્યું છે તે આગળ વસૂલ થઈ જશે. બોક્સઓફિસ કલેક્શન મામલે તેમણે કહ્યું હતું ‘અમે ઘણું સમજીવિચારીને ‘ધાકડ’ બનાવી હતી. મને નથી ખબર કે શું ખોટું થઈ ગયું પરંતુ હું જરૂરથી માનું છું કે, લોકોને તેમની પોતાની પસંદ છે.

લોકોને જે ગમે તે જુએ અને ન ઈચ્છે તે નથી જાેતા. અમને ગર્વ છે કે, અમે એક ફીમેલ લીડવાળી સારી સ્પાઈ-થ્રિલર ફિલ્મ બનાવી, જે એક એવું જાેનર છે જેના પર ભાગ્યે જ ફિલ્મ બનાવવામાં આવે છે. ધાકડની શરૂઆત જ બોક્સઓફિસ પર સુસ્ત રહી હતી.

પહેલા દિવસે ફિલ્મે ૫૦ લાખનો વકરો કર્યો હતો. ફિલ્મનું ડિરેક્શન રજનીશ ઘાઈએ કર્યું હતું. ૨૦ મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મમાં શાશ્વત ચેટર્જી, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મહત્વની ભૂમિકામાં હતા. ધાકડ ફિલ્મ ફ્લોપ ગયા બાદ પણ કંગના રનૌત પાસે બેક-ટુ-બેક ઘણા પ્રોજેક્ટ છે.

તે ફિલ્મ ‘સીતા’માં જાેવા મળવાની છે. આ સિવાય આનંદ એલ. રાયની ફિલ્મ ‘તનુ વેટ્‌સ મનુ’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં પણ તે ફરીથી આર. માધવન સાથે સ્ક્રીન શેર કરે તેવી ચર્ચાઓ થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.