ઇટાલીમાં આલ્પાઇન ગ્લેશિયર તૂટતા ૬ના મોત

આલ્પાઇન, ઇટાલીમાં આલ્પાઇન ગ્લેશિયરનો મોટો હિસ્સો ધરાશાયી ગઇ ગયો છે. તેના કારણે ૬ લોકોના મોત થયા હતા. જયારે અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. ૧૮ લોકો બરફ અને ખડકોના કાટમાળ નીચે ફસાયેલા છે. આલ્પાઇન રેસ્કયુ ફોર્સના પ્રવકતા વોલ્ટર મિલાનના જણાવ્યા અનુસાર, આ ઘટના પુંટા રોક્કા પાસે માઉન્ટ મરમોલાડા પર બની હતી.
તે ઇટાલિયન ડોલોમાઇટ્સમાં સૌથી ઊંચો પર્વત છે. મારમોલાડાની ઊંચાઇ ૧૧,૦૦૦ ફૂટ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પાંચ હેલિકોપ્ટર અને સ્નિફર ડોગની મદદ લેવામાં આવી રહી છે.6 killed in Italy alpine glacier rupture
રેસ્કયુ કોર્પ્સ ઓફિસર મિશેલા કેનોાવાના જણાવ્યા અનુસાર બે ઘાયલોને બેલુનોની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. એકને ગંભીર હાલતમાં ટ્રેવિસોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યોછે. પાંચ લોકોને ટ્રેન્ટોની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
આ ગ્લેશિયર તૂટવાનું કારણ શું છે તે જાણી શકાયું નથી, પરંતુ ઇટાલીમાં છેલ્લા મહિનાથી તીવ્ર ગરમી પડી રહી છે. માનવામાં આવે છે કે આ કારણે ગ્લેશિયર તૂટયું હતું. હવામાન શાસ્ત્રીઓ પણ ગ્લોબલ વોર્મિંગને કારણ માને છે. દરમિયાન, ઇટાલીના આલ્પાઇન પર્વતોના એક ભાગને તાડપત્રી બિછાવીને તેને સૂર્યથી બચાવવા માટે પ્રાયોગિક રીતે પ્રયાસ કરવામાં આવી રહયો છે.
ઇટાલિયન સરકારે આ કામ કેરોસેલો ટોનાલે નામની કંપનીને સોંપ્યું હતું. હવે જાેવાનું એ રહેશે કે આ પ્રયોગ ગ્લેશિયરને પીગળતા અને તૂટતા બચાવશે કે કેમ. જાે આ તાડપત્રી સૂર્યના કિરણોને સફેદ રંગથી વાળવામાં સફળ થાય તો ગ્લેશિયર્સને બચાવવાની આ ટેકનિક વિશ્વભરમાં લોકપ્રિય બની શકે છે.HS1KP