Western Times News

Gujarati News

જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધીને ૭.૮૦ ટકા થયો

નવીદિલ્હી,સરકાર માટે મોટો આંચકો છે. જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધીને ૭.૮૦ ટકા થયો છે. ગયા મહિને કૃષિ ક્ષેત્રમાં ૧.૩ કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી, જેના કારણે બેરોજગારી વધી છે. સીએમઆઇઇએ ડેટા જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.The country’s unemployment rate rose to 7.80 per cent in June

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઇઇ), એક આર્થિક સંશોધન સંસ્થાના ડેટા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર જૂનમાં વધીને ૮.૦૩ ટકા થયો હતો, જે મે મહિનામાં ૭.૩૦ ટકા હતો. શહેરી વિસ્તારોમાં સ્થિતિ સારી હતી અને બેરોજગારીનો દર ૭.૩ ટકા નોંધાયો હતો, જે મે મહિનામાં ૭.૧૨ ટકા હતો.

સીએમઆઇઇના મેનેજિંગ ડાયરેક્ટર મહેશ વ્યાસે મીડિયાને જણાવ્યું કે લોકડાઉન વગરના મહિનામાં રોજગારમાં આવો ઘટાડો સૌથી મોટો ઘટાડો છે. તે મુખ્યત્વે ગામડાઓમાં છે અને મોસમી છે. ગામડાઓમાં કૃષિ ક્ષેત્રની પ્રવૃતિઓ સુસ્ત છે અને જુલાઈમાં વાવણી શરૂ થવાની સાથે પરિસ્થિતિ બદલાવાની ધારણા છે.

તેમણે કહ્યું કે સમીક્ષા હેઠળના મહિનામાં ૧.૩ કરોડ નોકરીઓ ઘટી હતી, પરંતુ બેરોજગારીમાં માત્ર ૩૦ લાખનો વધારો થયો હતો. વ્યાસે જણાવ્યું હતું કે અન્ય કામદારો લેબર માર્કેટની બહાર હતા. કર્મચારીઓની સંખ્યામાં એક કરોડનો ઘટાડો થયો હતો. આ ઘટાડો મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રમાં થયો છે.

તે કદાચ મોટાભાગે મજૂર સ્થળાંતરની બાબત છે અટ્ઠને આર્થિક મંદીની નહીં. વ્યાસે જણાવ્યું હતું કે, ચોમાસાને કારણે આટલી મોટી સંખ્યામાં કામદારોને અસર થઈ છે તે ચિંતાજનક છે. જૂનમાં પગારદાર નોકરીઓમાં ઘટાડાથી પણ ચિંતા વધી છે.

સરકારે સશસ્ત્ર દળોની માંગમાં ઘટાડો કર્યો અને ખાનગી ઇક્વિટી-ફંડવાળી નોકરીઓમાં તકો ઘટવા લાગી. આ નોકરીઓ માત્ર સારા ચોમાસાથી બચાવી શકાતી નથી. આવી નોકરીઓ બચાવવા અને પેદા કરવા માટે અર્થતંત્રને નજીકના ભવિષ્યમાં ઝડપી ગતિએ વધવાની જરૂર છે.

ડેટા અનુસાર, બેરોજગારીનો સૌથી વધુ દર હરિયાણામાં ૩૦.૬ ટકા હતો. તે અનુક્રમે રાજસ્થાનમાં ૨૯.૮ ટકા, આસામમાં ૧૭.૨ ટકા, જમ્મુ અને કાશ્મીરમાં ૧૭.૨ ટકા અને બિહારમાં ૧૪ ટકા હતો.HS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.