પીરાણાનો ડુંગર બે વર્ષેય સાફ નહીં થાય
અમદાવાદ, સમગ્ર શહેર માટે પીરાણા ડંપસાઈટ માથાનો દુખાવો બની છે. પીરાણા ડંપસાઈટ પર અંદાજે ૮૫ લાખ ટન ક્ચરાનો ડુંગર ખડકાયેલો હોઈ તેની દુર્ગંધ છેક વાસણા સુધી ફેલાઈ છે. તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રીબન્યુનલ દ્વારા મ્યુનિસિપલ તંત્રને પીરાણા ડંપસાઈટના ક્ચરાનો નિકાલ એક વર્ષમાં કરવાની તાકીદ કરાઈ છે, જાકે જે પ્રકારે સત્તાવાળા દ્વારા ક્ચરાનો નિકાલ થઈ રહ્યો છે તેને જાતાં ડંપસાઈટ બે વર્ષે પણ ખાલી થાય તેમ લાગતું નથી.
પીરાણા ડંપસાઈટના નિકાલ માટે બાયોમાઈનિંગ પદ્ધતિની અજમાઈશ થઈ રહી છે, જે મુજબ ક્ચરાના ઢગલામાંથી પ્લાÂસ્ટક, કપડાં, ગાભા વગેરે વેસ્ટ મટીરિયલ છૂટું પાડી તેમાંથી સિમેન્ટ, પેવરબ્લોક વગેરે બાય પ્રોડક્ટ ઉત્પન્ન કરવા ટ્રોમેલ મશીનનો ઉપયોગ કરાય છે. બાયોમાઈનિંગ પદ્ધતિ હેઠળ ક્ચરાના નિકાલ માટે તંત્રએ ચોમાસા બાદ ૪૦ ટ્રોમેલ મશીનની વ્યવસ્થા કરવાનો દાવો કર્યાે હતો,
જાકે તંત્રની આ જાહેરાત પોકળ નીવડી છે. જાણકાર સૂત્રો કહે છે, તંત્ર દ્વારા ૧૫ જેટલાં ટ્રોમેલ મશીન ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. બીજી તરફ ડંપસાઈટની ઊંચાઈ પણ સતત ક્ચરો ઠલવાતો હોઈ વધતી જાય છે. તાજેતરમાં કમિશનરે ડંપસાઈટની મુલાકાત લીધી હતી, પરંતુ જે જગ્યા ખુલ્લી કરાઈ છે. તે જગ્યા પર પણ ક્ચરો ઠલવાઈ રહ્યો છે. દરમ્યાન પીરાણા ડંપસાઈટ પર એક યા બીજા પ્રકારે વર્ષમાં ૧૦થી ૧૨ વખત આગ ફાટી નીકળે છે. કેટલીક વાર મ્યુનિ.કોર્પાેરેશન પણ ક્ચરાના ઢગલામાં આગ લગાવે છે તેવો આક્ષેપ બહેરામપુરાના સિનિયર કોર્પાેરેટર બદરુદ્દીન શેખે કર્યાે છે.