Western Times News

Gujarati News

બજાજ ચેતક હવે ઈલેક્ટ્રીક અવતારમાં ગુજરાતમાં પરત આવ્યું!

  • અમદાવાદથી પૂણે સુધી ‘ચેતક ઈલેક્ટ્રીક યાત્રા’ને લીલીઝંડી અપાઈ

30thtOctober 2019, Ahmedabad:વિશ્વભરમાં લોકપ્રિય ભારતીય બજાજ ઓટોએ આજે તેના એકદમ નવા ચેતકને ઈલેક્ટ્રીક અવતારમાં અમદાવાદમાં રજૂ કર્યુ છે. ચેતક એક દંતકથારૂપ છે કે જે માનવીય મહત્વાકાંક્ષાને સશક્ત કરે છે અને વ્યક્તિના સ્વાતંત્ર્યના પ્રતીક સમાન છે. નવું ચેતક ઈલેક્ટ્રીક વાહનનો સ્વીકાર વધારવા આવ્યું છે અને તે ભારત અને સમગ્ર વિશ્વમાં વધુ ઉત્તમ ‘હમારા કલ’ માટે યોગદાન આપશે.

આ પાયોનિયરીંગ પ્રોડક્ટ રિવેટિંગ ડિઝાઈન, ચોક્સાઈપૂર્વકનું ઈજનેરી કૌશલ્ય અને અવિરત ઉત્પાદનનો જાદુ છે જેનાથી તે ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં વૈશ્વિક બેન્ચમાર્ક બની રહે છે. નવું ચેતક તેના લોન્ચથી પણ ઘણુ બધું વધારે મહત્વ ધરાવે છે, જે આ સાથે તેના ભવ્ય ભૂતકાળને એક શ્રદ્ધાંજલિ આપે છે અને પ્રોમિસિંગ ફ્યુચરના અગ્રદૂત તરીકે પણ રહેશે.

ચેતકને 16 ઓક્ટોબર, 2019ના રોજ નવી દિલ્હીમાં ખુલ્લું મૂકાયું હતું. ત્યારે ચેતક ઈલેક્ટ્રીક યાત્રાને નવી દિલ્હીમાં શ્રી ગડકરી દ્વારા લીલીઝંડી અપાઈ હતી. 20 ચેતક પરના સવારો ઉત્તરથી પશ્ચિમ ભારતમાં 3000 કિમી જેટલો પ્રવાસ કરશે અને આખરે પૂણે પહોંચશે. આ યાત્રામાં દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ચિત્તોડગઢમાં ચેતક સ્મારક સુધીનો પ્રવાસ 29 ઓક્ટોબર, 2019ના રોજ તે અમદાવાદ પહોંચે એ પહેલા થઈ ચૂક્યો છે.

‘ચેતક ઈલેક્ટ્રીક યાત્રા’ના ત્રીજા તબક્કાને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-બજાજ ઓટો રાકેશ શર્માએ લીલીઝંડી આપી હતી. અમદાવાદ પછી આ યાત્રા અન્ય મોટા શહેરોમાં તેમજ ગોવા પણ જશે અને ત્યારપછી આખરે પૂણે પહોંચશે.

આઇકોનિક બ્રાન્ડ- ઓરિજિનલ ચેતક એક સ્કૂટર કરતાં વિશેષ હતું. તે વ્યક્તિગત પરિવહન અને ભારતીયોની પેઢીઓની અપેક્ષાઓ પરિપૂર્ણ કરનારું હતું. તેના ટોચના સમયે ચેતકે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી હતી અને 10 વર્ષ સુધીનો વેઈટીંગ પીરીયડ તેના માટે રહેતો હતો એટલું જ નહીં તેની રિસેલ વેલ્યુ તેની ખરીદ કિંમત કરતાં વધુ રહેતી હતી. એ વાતમાં કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતમાં 1.3 કરોડથી વધુ ચેતક વેચાયા હતા. તેની આ અતુલ્ય લોકપ્રિયતાથી જ ‘હમારા બજાજ’ની લાગણી ઉદભવી હતી.

તેની આઈકનીક ડિઝાઈન ચેતકને સુંદરતાને સમયથી પર એવી સુંદરતા બક્ષે છે. સરળ લાઈન્સ અને સ્મૂધ સરફેસ એવી રીતે મિશ્રિત છે કે ક્લાસિક સ્ટાઈલનું સર્જન થાય છે કે જે તેની વિશિષ્ટતા દર્શાવે છે.

નવા ચેતકમાં, આ ટાઈમલેસનેસ અનોખી ડિટેઈલીંગ સાથે અપડેટ થયેલ છે, જેમાં પ્રિમિયમ મટિરિયલ્સ અને ફિનિશિસનો ઉપયોગ થયો છે અને 6 આંખોને ગમે એવા રંગોની પસંદગી કરી શકાય છે જે અપેક્ષિત વિઝ્યુઅલ ડિલાઈટ અને ટચ અને ફિલ ક્વોલિટી પ્રાપ્ત કરવા માટે જાણીતું છે.

ઉત્કૃષ્ટ ફિચર્સ નવા ચેતકમાં હિપ્ટોનીક હોર્સશૂ આકારની એલઈડી હેડલાઈટ ડીઆરએલ સાથે છે, ફિધરટચ એક્ટિવેટેડ ઈલેક્ટ્રોનીક સ્વીચીસ અને સિક્વેન્શિયલ સ્ક્રોલિંગ એલઈડી બ્લીન્કર્સ તેમાં સામેલ છે. વિશાળ ડિજિટલ કોન્સોલમાં વાહનની માહિતી ક્રિસ્પ ક્લેરિટી સાથે જોવા મળે છે. વધુમાં, ફાઈન ક્રાફ્ટ્સમેનશીપ નાનામાં નાની ડિટેઈલ્સ દર્શાવે છે જેમકે હેન્ડરબાર ગ્રિપ્સ, લિવર અને મિરરથી લઈને સોફ્ટલી ખુલતા ગ્લવબોક્સ અને ડેમ્પ્ડ સીટ ક્લોઝર મીકેનીઝમમાં જોવા મળે છે.

અનોખી ટેકનોલોજી- નવા ચેતકના હૃદયમાં આઈપી67 રેટેડ હાઈટેક લિથિયમ આયોન બેટરી એનસીએ સેલ્સ સાથે છે. આ બેટરી સરળતાથી ઘરના સ્ટાન્ડર્ડ 5-15 એમ્પ. ઈલેક્ટ્રીક આઉટલેટથી ચાર્જ થઈ શકે છે. ઓનબોર્ડ ઈન્ટેલિજન્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (આઈબીએમએસ) ચાર્જ અને ડિસ્ચાર્જને સરળતાથી કંટ્રોલ કરે છે. વધુમાં, સુંદર હોમ ચાર્જિંગ સ્ટેશન પણ સામાન્ય કિંમતમાં ઉપલબ્ધ છે.

ચેતક બે ડ્રાઈવ મોડ (ઈકો, સ્પોર્ટ) આપે છે અને રિવર્સ આસિસ્ટ મોડ તેમાં છે જે રાઈડરની તમામ માગને સંતોષે છે. રિજનરેટિવ બ્રેકિંગ વાયા ઈન્ટેલિજન્ટ બ્રેકિંગ સિસ્ટમ બ્રેકિંગ હીટને કાઈનેટિક ઊર્જામાં પરિવર્તિત કરીને તેની રેન્જ વધારે છે.

ચેતક ફુલી કનેક્ટેડ રાઈડીંગ અનુભવ આપે છે જે ડેટા કમ્યુનિકેશન, સિક્યુરિટી અને યુઝર ઓથેન્ટિકેશન જેવા મોબિલિટી સોલ્યુશન્સ સાથે મળે છે જેનાથી ગ્રાહકો સરળ ઓનરશીપ અને રાઈડીંગ અનુભવ મેળવી શકે છે. ચેતક મોબાઈલ એપ રાઈડરને તેના/તેણીના વાહન અને તેની રાઈડ હિસ્ટ્રીના તમામ પાસાનો વ્યાપક ઓવરવ્યૂ આપે છે. વધુ માહિતી માટે વિઝીટ કરો : www.chetak.com


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.