કોરોનાના લીધે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ લોકોનાં મોત
નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ વાયરસ ક્યારેક ધીમો પડે છે, તો ક્યારેક તેના કેસ વધી જાય છે. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ૨૪ કલાકમાં જ ૧૬,૧૫૯ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કારણે ૨૮ લોકોના મોત થઇ ગયા છે. કોરોનાનો પ્રકોપ મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં વધુ જાેવા મળી રહ્યો છે.
જાે વાત કરીએ મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૯૮ કેસ નોંધાયા હતા, જ્યારે ગુજરાતમાં ૨- ૩ દિવસથી શાંત પડેલા કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. ત્યારે નવા કોરોનાના ૫૭૨ કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે ૪૯૮ દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ ૩૫૯૫ પહોચી ગઈ છે.
દેશમાં કોરોનાના કેસમાં ૨૩.૫% વધારો નોંધાયો છે. આ દરમિયાન ૧૫,૩૯૪ દર્દીઓ સંક્રમણ મુક્ત થઇને સ્વસ્થ થયા છે. હવે દેશમાં કોરોનાના કુલ કેસ ૪,૨૯,૦૭,૩૨૭ છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ જાણકારી આપી હતી. દેશમાં મંગળવારે ૧૩ હજારથી વધુ કેસ સામે આવ્યા હતા જે દરમિયાન ૧૯ લોકોના મોત થઇ ગયા છે.
ભારતમાં હાલ ૧,૧૫,૨૧૨ એક્ટીવ કેસ છે, જે કુલ કેસના ૦.૨૬ % છે. રિકવરી રેટની ૯૮.૫૩% છે, દેશમાં ફેલાયેલ વાયરસના કારણે અત્યાર સુધી કુલ ૫,૨૫,૨૭૦ લોકોનો જીવ લઇ લીધો છે. દેશમાં પાછલા ૨૪ કલાકમાં ૯,૯૫,૮૧૦ વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યા હતા.SS2KP