ભગવંત માન ડૉ. ગુરપ્રીત કૌરની સાથે લગ્ન કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/BHAGVANT.webp)
ચંડીગઢ, થોડા સમય પહેલા જ પંજાબના સીએમ બનેલા ભગવંત માન હવે એક નવી જ ઈનિંગ્સ શરુ કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભગવંત માન ડૉ. ગુરપ્રીત કૌર નામની એક મહિલા સાથે લગ્ન કરવાના છે. ચંડીગઢમાં આ લગ્નની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.
માનના અગાઉ એક લગ્ન થઈ ચૂક્યા છે. જાેકે, તેમનું લગ્નજીવન લાંબુ નહોતું ચાલ્યું. તેમની પહેલી પત્ની બે બાળકો સાથે અમેરિકા રહે છે. જે યુવતી સાથે માન લગ્ન કરવાના છે તે તેમના પરિવારની ખૂબ જ નજીક હોવાનું પણ જાણવા મળ્યું છે.માનના લગ્નની તૈયારીઓ તેમના સત્તાવાર નિવાસ એટલે કે સીએમ હાઉસમાં જ કરવામાં આવી રહી છે.
ગુરુવારે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં મહેમાનોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થશે. લગ્નને લૉ પ્રોફાઈલ રાખવામાં આવ્યા છે, અને ગણ્યાંગાંઠ્યા લોકોને જ આમંત્રણ અપાયું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ લગ્નમાં દિલ્હીના સીએમ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે.
ભગવત માન અને તેમની થનારી પત્ની ગુરપ્રીત કૌર એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. એટલું જ નહીં, તેમની માતા પણ ગુરપ્રીતને ઘણા સમયથી ઓળખે છે. માનનો પરિવાર પણ ગુરપ્રીતના પરિચયમાં છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આ લગ્નની તમામ તૈયારીઓ કરી રહ્યા છે.
અત્યારસુધી આ સમગ્ર કાર્યક્રમની વિગતો પણ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી.ભગવત માનના લગ્ન શિખ રીતિ-રિવાજ અનુસાર થશે અને તે અનુસાર જ તમામ તૈયારી કરાઈ છે. લગ્નનો તમામ ખર્ચો માન પોતે જ ઉઠાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં પંજાબની સંગરુર લોકસભા બેઠક પર ભગવત માન પહેલીવાર ચૂંટણી લડ્યા ત્યારે તેમની તે સમયની પત્ની ઈંદ્રજીતે તેમના માટે પ્રચાર કર્યો હતો.
જાેકે, ૨૦૧૬માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તે વખતે ભગવત માને એવી વાત કરી હતી કે તેમને પંજાબ અને પરિવાર બેમાંથી એકની પસંદગી કરવાની હતી, જેમાંથી તેમણે પરિવારના ભોગે પંજાબની પસંદગી કરી હતી.SS2KP