Western Times News

Gujarati News

ડોલોના ઉત્પાદકોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા

ડોલો ટેબ્લેટ્‌સના ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી તથા ડિરેક્ટરના ઠેકાણા પર દરોડા

બેંગાલુરૂ, આવકવેરા વિભાગે બેંગાલુરૂ ખાતે ‘ડોલો’ ટેબ્લેટ્‌સના ઉત્પાદકોના ત્યાં દરોડો પાડ્યો છે. ડોલો ટેબ્લેટ્‌સના ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી તથા ડિરેક્ટરના ઠેકાણા પર આઈટી વિભાગે છાપો માર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી શરૂ કરીને લોકોની વાતોમાં અને સોશિયલ મીડિયા પર એમ દરેક જગ્યાએ ડોલો-૬૫૦ ટેબ્લેટ છવાયેલી રહી હતી.

કોરોના મહામારીના ૨૦-૨૨ મહિના દરમિયાન એટલે કે, માર્ચ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન ડોલો ૬૫૦ની ૩૫૦ કરોડ ગોળીઓ વેચાઈ ગઈ હતી. ડોલો ૬૫૦ની ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડે કોરોના કાળ દરમિયાન આશરે ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુટર જીસી સુરાણાએ ૧૯૭૩ના વર્ષમાં આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તેમનો દીકરો દિલીપ સુરાણા આ કંપની ચલાવે છે.

કંપનીએ પોતાની પેરાસિટામોલ બ્રાન્ડ ડોલોને ૬૫૦ મિલિગ્રામ કેટેગરીમાં લોન્ચ કરી છે જ્યારે બાકીની બ્રાન્ડ માત્ર ૫૦૦ મિલિગ્રામ પેરાસિટામોલ આપે છે. ઉપરાંત તેના પ્રમોશનમાં એફયુઓ એટલે કે ફિવર ઓફ અનનોન ઓરિજીન શબ્દનો ઉપયોગ થતો હોવાથી પણ કંપનીને ફાયદો મળ્યો હતો.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.