Western Times News

Gujarati News

વિસ્તારાની બેંગકોકથી દિલ્હી આવતી ફ્લાઈટનું એન્જિન ફેલ

બેંગકોકથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા સમયે એન્જીનમાં ખામી આવતા એકજ એન્જીનના સહારે પ્લેન લેન્ડ થયું

નવી દિલ્હી, ભારત સૌથી સસ્તી અને સારી એરલાઈન્સ ગણાતી સ્પાઈસજેટ સુરક્ષાના કારણે ઘણા સવાલો ઉભા થઇ રહ્યાં છે. સ્પાઈસજેટની ફ્લાઈટમાં છેલ્લા બે મહિનામાં ૮ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીઓ સર્જાઈ હતી. તો હવે વધુ એક કંપનીના વિમાનનું એન્જીન ફેલ થયુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બેંગકોકથી દિલ્હી પરત ફરી રહેલી વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ નંબર એફએલટી યુકે-૧૨૨ માં એન્જીન ફેલ થયું હતું. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર બેંગકોકથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા સમયે એન્જીનમાં ટેક્નિકલ ખામી આવતા એકજ એન્જીનના સહારે પ્લેન લેંડ થયુ હતુ.

આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી છે, છેલ્લા ૧૮ દિવસમાં સ્પાઈસ જેટની અલગ-અલગ ફ્લાઈટોમાં આવી ૮ ઘટનાઓ સામે આવી છે. ભારત સરકારે સ્પાઇસજેટને બુધવારે જ નોટિસ આપીને જવાબ આપવા જણાવ્યું છે.

૧ મેઃ મુંબઇથી પશ્વિમ બંગાળના દુર્ગાપુર જઇ રહેલી બી૭૩૭ ફ્લાઇટ તોફાનમાં ફસાઇ જતા ૪૦ મુસાફરો ઘાયલ થયા હતા. દુર્ગાપુર સ્થિત કાજી નજરુલ ઇસ્લામ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.

૩ મેઃ સ્પાઈજેટની મુંબઈથી કિશનગઢ જતી બોમ્બાઈડર ડેસ ૮ – ક્યુ૪૦૦ એરક્રાફ્ટની ફ્લાઈટ એસજી ૨૮૭૧ને ટેક્નિકલ ખામીને પગલે ટેકઓફની મંજૂરી ન મળતા રદ્દ કરવાની ફરજ પડી છે. બાદમાં મુસાફરોને અન્ય એક એરક્રાફટ થકી ૩.૧૫એ મોકલવામાં આવ્યા હતા.

૩ મેઃ ૩જી મેના જ વધુ એક કિસ્સામાં સ્પાઈસ જેટની ચેન્નઈથી દુર્ગાપુર માટે ઉપડતી એસજી ૩૩૧ને એન્જિન બંધ થવાને કારણે ટેક-ઓફના એક કલાક પછી પાછા ચેન્નાઈ પરત ફરવું પડ્યું હતું. આ એરક્રાફ્ટ બોઇંગ ૭૩૭ મેક્સ હતુ.

૨૮ મેઃ સ્પાઇસજેટ બોઇંગ ૭૩૭ એરક્રાફ્ટની એસજી-૩૮૫ મુંબઈથી ગોરખપુર જવા રવાના થયાના થોડા જ ક્ષણોમાં વિન્ડશિલ્ડની બહારની તરફ તિરાડ જાેવા મળતા પ્લેનને મુંબઈ પરત કરવાનો ર્નિણય લીધો હતો

૧૯ જૂનઃ પટનાથી દિલ્હી જઇ રહેલી એસજી-૩૭૨૪ સ્પાઇસ જેટની ફ્લાઇટને બર્ડ હિટ અને બાદમાં એન્જિનમાં આગ લાગવાના કારણે પટના એરપોર્ટ પર જ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ.

૨ જુલાઇઃ દિલ્હીથી જબલપુર જઈ રહેલા ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ વિમાન જ્યારે ૫,૦૦૦ ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાયલોટની કેબિનમાં ધુમાડો જાેવા મળ્યો હતો. ત્યાર બાદ વિમાનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવું પડ્યું હતું.

૫ જુલાઇઃ દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસજેટ એસજી-૧૧ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

૫ જુલાઈઃ વરસાદ અને ભારે હવાના દબાણને કારણે મુંબઈ એરપોર્ટ લેન્ડ થઈ રહેલ કંડલાથી આવતા સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી ૩૩૨૪માં ક્યુ૪૦૦ એરફ્રકાટના વિન્ડશિલ્ડ પેનમાં હવામાં જ તિરાડ પડી છે. જાેકે પાઈલોટની સતર્કતાને કારણે વિમાનનું મુંબઈ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ શક્યું છે.

૬ જુલાઇઃ બેંગકોકથી દિલ્હી પરત ફરી રહેલી વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ નંબર ફ્લીટ યુકે -૧૨૨ માં એન્જીન ફેલ થયુ હતુ. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.