Western Times News

Gujarati News

વાત, પિત્ત અને વાયુ: આ ત્રણેમાંથી જે પ્રકૃતિ ધરાવતો હોય એને અનુરૂપ જ ભોજન ગ્રહણ કરવું જાેઈએ

રોગોને રેડ કાર્પેટ ….! ‘આહાર એજ ઔષધ’

આપણને થતાં મોટા ભાગ ના રોગ આપણી અયોગ્ય ખોરાક લેવાની ટેવ લીધે જન્મે છે …આ એક હકીકત છે . રોજિંદા જીવનમાં જાણે અજાણ્યે આપણે એવી કેટલીયે વાનગીઓ આરોગતા હોઈએ છીએ જેમાં વપરાયેલી ચીજાે એકબીજાથી અલગ રસ અને સ્વાદ ઘરાવતી હોય છે .

વારંવાર આવી વાનગીઓ ખાવાથી આપણા શરીરમાં વિકાર પેદા થાય છે અને શરૂ થાય છે રોગોનો ઘટમાળ .એલર્જી ,એસીડીટી જેવા રોગો ક્યારે ક્રોનિક સ્વરૂપ લઈલે એ ખબર પણ નથી પડતી .આપણી વિરુદ્ધ રસ અને સ્વાદ ધરાવતી વાનગીઓ ખાવાની આદતને લીધે ઘણાં બધા રોગોને આપણા શરીર પર હુમલો કરવા માટે “રેડ કાર્પેટ “મળી જાય છે .

આયુર્વેદ માં ” અષ્ટાંગ સંગ્રહ “નામના ગ્રંથમાં આપણને આપણા રોજિંદા ખોરાકમાં રહેલા વિરુદ્ધ આહાર વિષે પુરેપુરી માહિતી આપેલી છે. તેમાં અલગ અલગ અઢાર જાતની વિરુદ્દ પ્રણાલીઓ વિષે પુરેપુરી જાણકારી આપેલી છે .

આ માહિતીની સૂચિ તો એટલી બધી લાંબી છે કે લખવાં બેસીયે તો કદાચ કલાકો વીતી જાય એટલે આપણા રોજિંદા જીવનમાં લેવાતા કોમ્બિનેશન વિષે વાત કરીશું . વાત , પિત્ત અને વાયુ …વ્યક્તિ પોતાની આ ત્રણે માંથી જે પ્રકૃતિ ધરાવતો હોય એને અનુરૂપ જ ભોજન ગ્રહણ કરવું જાેઈએ .

સૌ પ્રથમ વાત કરીશું બધાને ભાવતાં ફ્રૂટ સલાડ વિષે. દૂધને ઉકાળીને તેમાં અલગ અલગ રસ અને ગુણધર્મો વાળા ફળો નાખીને આરોગવામાં આવે છે. જે સાચા અર્થમાં ચામડીના રોગોને નિમંત્રણ આપે છે .એલર્જી અને દાદર જેવા રોગો જન્માવે એ હકીકત છે .

જેથી દૂધમાં સાઇટ્રિક એસિડના ગુણધર્મ ઘરાવતા ફળો કદાપિ ન ઉમેરવાં જાેઈએ. દરેક સ્ત્રીને ભાવતા દહીંવડા એ વિરુદ્ધ આહાર છે. અડદની દાળમાંથી બનતાં વડા દહીં સાથે ક્યારેય ન ખાવા જાેઈએ. આ કોમ્બિનેશન પાચનશક્તિને મંદ બનાવે છે અને રક્તવિકારમાં વધારો કરે છે .

આવી જ રીતે પરાઠા સાથે ખવાતું દહીં પણ વિરુદ્ધ આહારનું મોટું ઉદાહરણ છે જે ઘેર ઘેર ખવાય છે. તેથી જ ચામડીને અને પાચનતંત્રને લગતા રોગોમાં ઉછાળો આવ્યો છે. મધને ગરમ કરવાથી પણ તેના ગુણધર્મો નાશ પામે છે. મધને ગરમ કરી ખાવાથી વિષેલા તત્વો નો શરીર માં વધારો થાય છે.

દૂધને ડુંગળી નાખેલી વાનગીઓ સાથે કદી લેવું નહીં .આમ કરવાથી કોઢ અને ચામડીને લગતા કેટલાક રોગો ને આમન્ત્રણ મળે છે . ચાઈનીઝ વાનગીઓ માં વપરાતા સોસ સૌથી વધારે પાચનતંત્ર બગાડે છે. ફાસ્ટફૂડ માં વપરાતા ચીઝ બટર અને પનીર પણ કેટલીક વાર પિઝર્વેટીવ સાથે વાપરવામાં આવે છે .

વિનેગર નો છૂટ થી ઉપયોગ કરાતા રેસ્ટોરેન્ટ ની વાનગીઓ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ અને હાડકાને લગતાં રોગો વધારે છે .વિપરીત ગુણધર્મો અને સ્વાદ ધરાવતી વાનગીઓ ભલે આપણને સ્વાદિષ્ટ લાગે એ વિરુદ્ધ આહારની શ્રેણી માં આવે છે … એ જરૂર યાદ રાખવું .

આ ઉપરાંત ઠંડા પ્રદેશ માં રહેતા લોકોએ ઠંડી ચીજાે થી દૂર રહેવું અને ગરમ પ્રદેશ માં રહેતા લોકોએ તીખા અને વધુ મસાલા વાળો ખોરાક ના લેવો જાેઈએ ….કારણકે આવી ટેવ વ્યક્તિ ની પાચનશક્તિ મંદ કરી નાખે છે . પનીર અને ઇંડા ક્યારેય ફળો સાથે ન લેવા ,આમ કરવાથી ચયાપચયની ક્રિયામાં અવરોધ આવે છે .જે ખોરાક પચવામાં હળવા હોય એની જાેડે ભારે ખોરાક લેવાનું ટાળવું જાેઈએ શું ન ખાવું એની યાદી તો બહુ લાંબી છે …પણ શું ખાવું એ જાણવું પણ જરૂરી છે .

તેલ , ઘી અને મસાલાનો ઉપયોગ મર્યાદિત પ્રમાણ માં કરવો . ઘરનું સાદું અને સંયમિત ભોજન લાખો રોગોથી આપણને દૂર રાખે છે .એનો અર્થ એ નથી કે આપણે ક્યારેય બહારનું ભોજન ન લેવું ,પણ એની માત્રા ઓછી રાખવી એ વાતનું ધ્યાન રાખવું .ભારે અને બહાર નો ખોરાક લીધા પછી અચૂક હુંફાળું પાણી અચૂક પીવું જાેઈએ જેથી એને પચવામાં સરળતા રહે .

હુંફાળું પાણી આંતરડામાં ખોરાકને ચોંટવા નથી દેતો જેથી ખોરાક નો નિકાલ ઝડપથી થાય છે .આમ કરવાથી ખોરાક દ્વારા રિલીઝ કરાતા ઝેરી ગેસ ના પ્રકોપ થી બચી શકાય છે .યોગ્ય પ્રમાણ માં લેવાતા બે ખોરાક ની વચ્ચે છ કલાક નું અંતર જરૂર રાખવું . જીવવા માટે ખોરાક લેવો તો દરેક વ્યક્તિ માટે જરૂરી છે …..

પણ સરખા રસ અને ગુણધમો ધરાવતી વાનગી માણસની આયુ ચોક્કસ વધારે છે .એટલે કહે છે , માણસ પોતાની કબર પોતાના દાંત વડે જ ખોદે છે . આ વાક્ય આપણને ઘણું બધું કહી જાય છે .હેલ્થઅવેરનેસ માણસને સુંદર અને સુદ્રઢ શરીર ની ભેટ આપે છે એ હકીકત છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.