Western Times News

Gujarati News

ખૂંખાર ગુનેગારોએ કચ્છમાં ધામા નાખ્યાઃ પોલીસ એલર્ટ

પોલીસે કામની શોધમાં આવતા મજૂરોનું રજિસ્ટ્રેશન કમ્પલસરી બનાવ્યું-તાજેતરમાં મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી.

જે મકાનમાલિકોએ ભાડુઆતની જાણ પોલીસને કરાવી ન હતી તેવા કિસ્સામાં ગુનો રજિસ્ટર કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.

ભુજ, કચ્છમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જાેકે તેમની આડમાં ખૂંખાર ગુનેગારો પણ કચ્છમાં પનાહ લેવા લાગ્યા છે. તાજેતરમાં મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી. આવા કુખ્યાત ગુનેગારોને પકડવા અને કચ્છમાં કોઈ ઘૂસણખોરી ના કરી શકે તે માટે હવે ભાડે રહેતા ભાડૂઆતને પોલીસ ચોકીમાં વેરીફાઈ કરવાનું રહેશે. સાથે સાથે મકાન માલિકને પણ વેરીફાઈ કરવાનું રહેશે.

કચ્છમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જાેકે તેની આડમાં ખૂંખાર ગુનેગારો પણ કચ્છમાં પનાહ લેવા લાગ્યા છે. તાજેતરમાં મુન્દ્રામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શાર્પશૂટરની ધરપકડ કરાઈ હતી.

જેમાં તપાસ દરમિયાન બંને જણાએ પંજાબના સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સામાન્ય રીતે પરપ્રાંતિય વ્યક્તિને મકાન ભાડેથી આપવામાં આવે તો તેની નોંધ પોલીસમાં કરાવવી પડે છે. પણ કચ્છમાં ભાડુઆત નોંધણી માટે કલેક્ટરનું જાહેરનામું અમલમાં હોવા છતાં તેની અમલવારી થતી ન હતી.

જેથી પોલીસવડા સૌરભસિંઘ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ કરાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા કુલ ૪૦૨ ઘર ચેક કરવામાં આવતા તેમાંથી ૩૭૦ વ્યક્તિઓએ પોલીસમાં ભાડુઆતની નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસની તાકીદ બાદ પશ્ચિમ કચ્છમાં ભાડુઆત નોંધણી માટે મકાનમાલિકોમાં જાગૃત બન્યા હોવાનું ચિત્ર ઉપસ્યુ છે.

શૂટર ઝડપાયા બાદ કચ્છમાં ૨૧ જુનથી ૩૦ જૂન સુધીની ખાસ ડ્રાઇવ આપવામાં આવી હતી, જેમાં ર્જીંય્ સહિત વિવિધ પોલીસમથક દ્વારા કુલ ૪૦૨ ઘર ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી ૩૭૦ મકાનમાલિક દ્વારા પરપ્રાંતિય વ્યક્તિને મકાન ભાડે આપ્યાની નોંધ પોલીસમાં કરાવતા કોઈ પગલાં નથી લેવાયા. પણ અન્ય ૩૨ કિસ્સામાં નોંધ કરાવી ન હોવાથી તેઓ સામે ફોજદારી ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

આ વિશે કચ્છના એસપી સૌરભ સિંઘે કહ્યુ કે, ડ્રાઇવ દરમ્યાન સારી કામગીરી થઈ છે, મકાનમાલિકો દ્વારા ભાડુઆતની નોંધ પોલીસમાં કરાવાઇ રહી છે, તેમની સાથે કોન્ટ્રાક્ટરોએ પણ પોતાના મજૂરોની નોંધ પોલીસમાં કરાવી વેરિફિકેશન કરાવવું જરૂરી છે.

જેથી પોલીસ તે વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? તે પોર્ટલ મારફતે ચેક કરી શકે, હજી પણ જે લોકોએ ભાડુઆત કે મજૂરોની નોંધણી કરાવી નથી. તેઓ નજીકના પોલીસ મથકમાં જઈ પોલીસ વેરિફિકેશન કરાવી લે તે ફરજીયાત બનાવાયુ છે. પરપ્રાંતિય લોકો જ્યારે મકાનમાં ભાડેથી રહેવા માટે આવે ત્યારે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે તેઓનો

ઓળખપત્ર તથા તેઓના ફોટોગ્રાફ સહિતની વિગતો મેળવી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જે મકાનમાલિકોએ ભાડુઆતની જાણ પોલીસને કરાવી ન હતી તેવા કિસ્સામાં ગુનો રજિસ્ટર કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.

જેમાં માનકુવા, માધાપર, મુન્દ્રા, નખત્રાણા, દયાપર અને એસઓજી દ્વારા કોર્ટમાં જાણ કરવામાં આવી છે. પોલીસ મથકે રૂબરૂ જઇને પોતાના ભાડુઆતની નોંધણી કરાવી શકાય છે અથવા તો ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ એપમાં પણ ઘરે બેઠા ભાડુઆતની નોંધ દાખલ કરાવી શકાય છે.

અથવા તો નજીકના પોલીસ મથકમાં જઇને પણ મદદ લઇ શકાય છે. કચ્છ જિલ્લામાં બે બંદરો ઉપરાંત મોટી સંખ્યામાં ઉદ્યોગો આવેલા હોવાથી અહીં દેશના વિભિન્ન રાજ્યોમાંથી લોકો મજૂરી માટે આવતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.