જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર ગોળીબાર

નવી દિલ્હી, જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજાે આબેને એક સભામાં ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી છે. કહેવાય છે કે આ બન્ને ગોળી શિંજાે આબેને વાગી છે અને તેમની હાલ સ્થિર હોવાની વિગતો મળી રહી છે.
ગોળી વાગતા તેમના શરીરમાંથી લોહી વહેવાનું શરુ થઈ ગયું હતું. તેમને ગોળી વાગતા જ તેઓ ઢળી પડ્યા હતા. હાલ તેમની સ્થિતિ ગંભીર હતી અને જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું અવસાન થયું છે, સમાચાર એજન્સી રોઇટર્સે સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો છે.
ગોળીબારની આ ઘટના જાપાનના નારા પ્રાંતમાં બની છે. શિંજાે આબેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
જ્યારે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં હુમલાખોર શિંજાે આબે પર ગોળીઓ ચલાવ્યા બાદ ત્યાં જ ઉભો રહી ગયો હતો, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ ૪૨ વર્ષનો છે અને ઘટના બાદ તાત્કાલિક તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
હુમલાખોર પાસેથી પોલીસે જે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કબજે કરી લીધી છે. જ્યારે શિંજાે આબે ગોળી વાગ્યા પછી નીચે પડ્યા ત્યારે તેમનો શર્ટ લોહીથી લાલ થઈ ગયો હતો. શિંજાે આબે સભા યોજી રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરનારો ૪૨ વર્ષનો શખ્સ કોણ હતો તે અંગે હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. આ સિવાય હુમલો કરવા પાછળનું કારણ શું હતું તે પણ સામે આવ્યું નથી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના પાસેથી હથિયાર કબજે લઈને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. ૬૭ વર્ષના શિંજાે આબે જાપાનની લિબ્રલ ડેમોક્રિટિક પાર્ટીના નેતા છે. તેઓ ૨૦૦૬-૨૦૦૭ અને ૨૦૧૨થી ૨૦૨૦ સુધી પાર્ટીના વરિષ્ઠ પદ પર પણ રહી ચૂક્યા છે. ૨૧ સપ્ટેમ્બર ૧૯૫૪માં જન્મેલા શિંજાે આબે ૨૬ ડિસેમ્બર ૨૦૧૨થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન દેશના વડાપ્રધાન પદ પર રહ્યા હતા.SS1MS