Western Times News

Gujarati News

ખમાસા નજીક બસ રોકી કાચ તોડાયાઃ ડ્રાઈવરને ઢોર માર મારતાં પોલીસ ફરીયાદ

અમદાવાદ : ખમાસા ચાર નજીક એએમટીએસ બસને રોકીને ડ્રાઈવરને માર મારી બસનાં કાચ તોડવાની ઘટના બહાર આવી છે. આ ઘટના બાદ ડ્રાઈવરે પોલીસને જાણ કરતાં હવેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી હતી. મોહમંદ હનીફ હબીબમીયાં મલેક (દહેગામ, ગાંધીનગર) એક વર્ષથી એએમટીએસની બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. હાલમાં તે કાગડ ગામની લાંભા રૂટ નં.૨૨માં બસ ચલાવે છે.

બુધવારે સવારે તે નિત્યક્રમ મુજબ લાલ દરવાજા બસ ટર્મીનલથી લાંભા તરફ બીજા ફેરામાં જતાં હતા એ વખતે ખમાસા ચાર રસ્તાથી વૈશ્યસબા તરફ જતાં સાઈકલ લઈને ૧૪-૧૫ વર્ષનો બાળક બસ સાથે અથડાયો હતો. જાકે રસ્તા પર ટ્રાફીક ક્લીયર થતાં હનીફભાઈએ બસ આગળ હંકારી હતી. થોડે આગળ ગયા ત્યાં જ એક બાઈક સવાર બસ આગળ મોટર સાયકલ ઊભી રાખી બસમાં ઘુસી આવ્યો હતો અને હનીફભાઈને ગાળો બોલવા લાગતાં તેમણે પ્રતિકાર કર્યાે હતો. જેથી ઊશ્કેરાયેલા શખ્સે તેમને મુઢમાર માર્યાે હતો.

જેથી બસનાં મુસાફરો વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો. જતાં જતાં આ શખ્સે બસમાં કાચ પણ તોડી નાંખ્યા હતા અને હનીફભાઈને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ હનીફભાઈએ પોલીસને જાણ કરીને હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેનાં આધારે પોલીસે હનીફભાઈને માર મારી બસનાં કાચ તોડનાર શખ્સને ઓળખી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.