પુત્રની આ ફિલ્મનું ટ્રેલર જાેઈને બિગ બી ઈમોશનલ થયા હતા
![Big B got emotional after going to the trailer of his son's film](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/abhishek.jpg)
બાપુજીની પંક્તિઓ ટાંકીને પુત્રને ઉત્તરાધિકારી જાહેર કરતા અમિતાભ- બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ જાેવા મળે છે
મુંબઈ, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જાેવા મળે છે. સાથે જ તે હંમેશા પોતાના પરિવાર સાથે જાેડાયેલી તમામ યાદોની વાતચીત કરે છે. બીગ બી હંમેશા પોતાના પુત્ર અને પુત્રવધૂના કામની પ્રશંસા કરતા જાેવા મળે છે. તેમણે હાલમાં જ પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલવાન પાર્ટ વન’નું ટીઝર શેર કર્યું હતું.
ત્યારબાદ તેમણે પુત્ર અભિષેક બચ્ચનના નામે એક ટ્વીટ કર્યું હતું. તેમના બાપુજીની પંક્તિયો સાથે પુત્રને ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો હતો. હકીકતમાં શુક્રવારે રાત્રે અમિતાભ બચ્ચનના ચાહકોએ બે તસવીરો શેર કરી હતી. પહેલી તસવીરમાં અમિતાભ લોકોના અભિવાદન સ્વીકારી રહ્યા છે.
જ્યારે બીજી તસવીરમાં અભિષેક લોકોના અભિવાદન સ્વીકારી રહ્યાં છે. આ તસવીર શેર કરતી વખતે બિગ બીએ કેપ્શનમાં તેમના બાપુજી એટલે કે ડો. હરિવંશરાય બચ્ચનની કેટલીક લાઈન શેર કરી છે.
બિગ બીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘મારો પુત્ર, પુત્ર હોવાને કારણે મારો ઉત્તરાધિકારી નહીં બને. જે પણ મારો ઉત્તરાધિકારી બનશે, તે મારો પુત્ર હશે. આ સાથે તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું કે, ‘એ તમે છો અભિષેક, મારા ઉત્તરાધિકારી… મારું ગૌરવ, મારો પરમ આનંદ…’
અગાઉ પણ અમિતાભે પુત્ર અભિષેકને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. ફિલ્મ ‘દાસવી’નું ટ્રેલર જાેઈને બિગ બી ઘણા ઈમોશનલ થઈ ગયા હતા. ત્યારે પણ તેમણે ટ્વીટ કરીને અભિષેકને પોતાનો ઉત્તરાધિકારી ગણાવ્યો હતો.