Western Times News

Gujarati News

સહમતીથી સંબંધ બાંધ્યા બાદ લગ્નની ના પાડતાં દુષ્કર્મનો કેસ ન કરી શકાય

સહમતિથી શારિરીક સંબંધ ન બંધાયો હોય અથવા સહમતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હોય ત્યારે જ તેને દુષ્કર્મ કહેવાય

નવી દિલ્હી,  કેરળ હાઈકોર્ટે સહમતિથી શારીરિક સંબંધ બાંધવાના એક કેસમાં મહત્વપૂર્ણ ચૂકાદો કર્યો છે. આવા કેસમાં હાઈકોર્ટે બળાત્કારમાં ધરપકડ કરાયેલા વકીલને લગ્ન કરવાની ના પાડતા જામીન આપ્યા હતા. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે લગ્નની ના પાડવી એ બળાત્કારનો કેસ નથી.

કોચીમાં કેરળ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, સહમતિથી શારિરીક સંબંધ ન બંધાયો હોય અથવા સહમતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હોય. ત્યારે જ તેને બળાત્કાર કહેવાય.

જસ્ટિસ બેચુ કુરિયન થોમસે વકીલ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી પરના ચુકાદામાં આ અવલોકન કર્યું હતું. આરોપી વકીલ પર ચાર વર્ષ સુધી સહકર્મી સાથે અફેર હોવાનો અને પછી બીજી મહિલા સાથે લગ્ન કરવાનો ર્નિણય લેવાનો આરોપ છે.

હાઈકોર્ટે જણાવ્યું છે કે પુરુષ અને સ્ત્રી વચ્ચેના શારિરીક સંબંધને ત્યારે જ બળાત્કાર ગણી શકાય જાે તે તેની મરજી વિરુદ્ધ અથવા તેની સંમતિ વિના અથવા બળજબરીથી અને છેતરપિંડીથી સંમતિ મેળવવામાં આવે.

કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, બે ઈચ્છુક પુખ્ત વયના લોકો વચ્ચેનો જાતીય સંભોગ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ના દાયરામાં બળાત્કારના ગુના સમાન નથી.

જ્યારે જાતીય સંબંધો છેતરપિંડી અથવા ખોટી રજૂઆત દ્વારા બનાવવામાં આવ્યા હોય, તો તેને બળાત્કાર ગણવામાં આવશે. જાે સહમતિથી બનેલો સંબંધ પાછળથી લગ્નમાં પરિવર્તિત ન થાય તો પણ તે બળાત્કાર નથી.

સંભોગ કર્યા પછી લગ્નનો ઇનકાર અથવા સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળતા એ દુષ્કર્મ તરીકે ગણી શકાય નહીં. સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય સંબંધો ફક્ત ત્યારે જ દુષ્કૃત્ય ગણી શકાય જાે તે સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ હોય અથવા તેની સંમતિ વિના કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.