એક નવતર પ્રયોગ: હિન્દુ સ્મશાન ગૃહ ખાતે પ્રથમ વખત વૃક્ષારોપણ
પાલનપુર હિન્દુ સ્મશાન ગૃહ ખાતે પ્રથમ વખત એક નવતર પ્રયોગ, અનેક નવતર અભિગમ સાથે ૨૩ જાતના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા,જેમાં ખાસ કરીને ફળ વાળા વૃક્ષો વાવવામાં આવ્યા, અમારો ઉદ્દેશ સ્મશાન ની અંદર છાયો થાય તે નથી પરંતુ આ વૃક્ષો થકી પશુ પંખીઓ અહીં આવે.
અને પાલનપુર હિન્દુ સ્મશાન ની અંદર પંખીઓનો કલર ગુંજી ઉઠે તેવા એક શુભ આશ્રયથી વનવગડો ગ્રુપ દ્વારા અહીં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ- ભગવાન સોની, પાલનપુર)