Western Times News

Gujarati News

UNની ચેતવણી: ૨૦૫૦ સુધીમાં દરિયામાં માછલીથી વધારે પ્લાસ્ટિક હશે 

UN warns: By 2020, there will be more plastic in the sea than fish

(એજન્સી)વોશિગ્ટન,  વર્તમાન સમયમાં આખું વિશ્વ આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દુનિયાભરમાં પ્લાસ્ટિકના ઝડપી ઉપયોગથી એક દિવસ પૃથ્વી પર જાેવા મળતી અમુક પ્રજાતિઓનો અંત આવી શકે છે. હાલ તો દુનિયાભરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તેના કારણે દરરોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો બહાર આવી રહ્યો છે. ભારતમાં ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્રએ પ્લાસ્ટિક વિશે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે ૨૦૫૦ સુધીમાં દરિયામાં માછલીઓની સંખ્યા કરતા પ્લાસ્ટિકની માત્રા વધારે હશે. સમગ્ર વિશ્વમાં ઉત્પન્ન થતા પ્લાસ્ટિકના કચરાને સંપૂર્ણપણે રિસાયકલ કરવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં મોટા ભાગની જગ્યાએ દરિયામાં પ્લાસ્ટિકનો કચરો ઠાલવવામાં આવતો હોવાને કારણે દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

દરિયામાં પ્રદૂષણ વધવાને કારણે દર વર્ષે દરિયામાં જાેવા મળતા જીવસૃષ્ટિની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આ જ કારણે સંયુક્ત રાષ્ટ્રએ દરિયામાં પ્લાસ્ટિકના કચરાથી થતા પ્લાસ્ટિકના ઉપયોગ અને પ્રદૂષણને ઘટાડવાની ચેતવણી આપતા કહ્યું છે કે ૨૦૫૦ સુધીમાં દરિયામાં માછલીઓ કરતા પ્લાસ્ટિક વધુ હશે.

આ જ કારણ છે કે ૨૭ જૂન ૨૦૨૨ થી ૧ જુલાઈ ૨૦૨૨ સુધી કેન્યા અને પોર્ટુગલની સરકારો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયામાં વધી રહેલા પ્રદૂષણને ઓછું કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે

આ વર્ષે યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે સહયોગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘ મહાસાગર સંમેલનની શરૂઆત કરવામાં આવશે. વિશ્વભરમાં દર વર્ષે ૩૦૦ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. દર વર્ષે મહાસાગરોમાં ૧૦ મિલિયન ટન પ્લાસ્ટિક કચરો છોડવામાં આવે છે. દરિયાઇ જીવો આ માઇક્રોપ્લાસ્ટિક્સને તેમના ખોરાક તરીકે ખાય છે. જેના કારણે દર વર્ષે ૧૦૦ મિલિયન દરિયાઇ જીવો મોતને ભેટી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.