નારોલની જીંદાલ ફેક્ટરીની આગ ૨૬ કલાકે કાબુમાં આવીઃ ૮૧ કરોડનું નુકસાન
૭૫ લાખ મીટર કાપડ બળીને ખાકઃ ફાયરની ૨૫ ગાડીઓ
|
અમદાવાદ: શહેરનાં ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતાં નારોલ વિસ્તારમાં આવેલી કેટલીક ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. મોટેગે શોર્ટ સર્કીટનાં કારણે લાગતી આગને લીધે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. આવી જ એક ઘટના મંગળવારે સાંજે બની હતી. જેમાં જીંદાલ ફેક્ટરીમાં આગ લાગતાં જાતજાતામાં આગ કંટ્રોલ બહાર જતી રહી હતી અને વિકરાળ બનેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડે ૨૬ કલાક સુધી કાર્યવાહી કરવી પડી હતી.
નારોલમાં આવેલી આરવી ડેની કંપનીની સામેની તરફ આવેલી જીંદાલ ફેક્ટરી નામનાં કાપડનાં મોટાં કારખાનામાં મંગળવારે સાંજે સાત વાગ્યાનાં સુમારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાકે આગનું વિકરાળ સ્વરૂપ જાઈ ઈસનપુર, મણીનગર તથા અન્ય ફાયર સ્ટેશનોમાંથી પણ ફાયર ફાઈટર તથા અન્ય ગાડીઓ મંગાવવામાં આવી હતી. મંગળવારે સાંજે શરૂ થયેલી આગ બુધવારે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલી હતી. કુલ પચીસેક ગાડીઓ કાર્યવાહીમાં જાડાઈ હતી.
ઊપરાંત ૧૫ જેટલી પાણીની લાઈનો જાડવામાં આવી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ તેમાં ૭૫ લાખ મીટર કાપડ બળીને ખાક થયો હતો. કાપડ ઊપરાંત અન્ય સામાન મળીને કુલ ૮૧ કરોડ રૂપિયાનાં નુકસાનનો અંદાજ છે. આગની શરૂઆત કંપનીના ફેબ્રીકેશન વિભાગમાંથી થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યો છે. જા કે તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સદનસીબે દિવાળીની રજામાં કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
શહેરના નારોલ વિસ્તારમાં ઝીંદાલ કાપડની ફેકટરીમાં લાગેલી આગ કાબુમાં લેવા માટે હજ્જારો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ફેકટરીમાં પડેલા કાપડના જથ્થાને કારણે આગ વધુને વધુ વિકરાળ બનતી હતી જેના પરિણામે ફાયરબ્રિગેડની વધુ ગાડીઓ બોલાવી પડી હતી અને અંદાજે ર૦ કલાકથી વધુની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળી રહયું છે.