Western Times News

Gujarati News

સિંહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ

ગુજરાત કલબમાં ૧૯૧૭માં ગાંધીજી સામે થયેલ પ્રથમ મુલાકાતે
જ સરદાર ગાંધીજીની આંખોમાં વસી ગયા

૧૯ર૪માં શહેર મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યાઃ શહેરના વિકાસમાં અંગત રસ લીધોઃ હાલનું સરદાર સ્મારક, સરદાર પટેલનું ૧૯૧૭માં નિવાસસ્થાન હતુઃ સરદાર સ્મારક ભવન મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત લેવા તથા ત્યાં સરદારશ્રીની પ્રતિમા મુકવા માંગ

સત્યના પૂજારી સરદાર દેશના પ્રથમ ગૃહમંત્રી તથા પ્રથમ નાયબ વડાપ્રધાન થયા

દેશના લોખંડી પુરૂષ, ભારતના પ્રથમ ગૃહમંત્રી તથા નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના ઘડવૈયા-શિલ્પી સરદાર વલ્લભભાઈપ ટેલ ૧૯૧૩માં પહેલવહેલા અમદાવાદ આવ્યા ત્યારે તેઓ વકીલાત કરતાં હતા. અને ખમાસા ગેટ પાસે આવેલ રણજીત સોપ ફેકટરી પાસે આવેલ એક મકાનમાં રહેતા હતા. વકીલાતની પ્રેક્ટીસ સારી ચાલતા ૧૯૧૭માં તેમને મકાન ભાડે રાખ્યુ હતુ.જ્યાં તેઓ ઘણા લાંબા સમય સુધી રહી વકીલાત કરી હતી.

આ એક જ મકાન જ્યાં સરદારશ્રી રહ્યા હતા જે આજે ભદ્ર કોંગ્રેસ હાઉસ સામે આવેલ મકાન ‘સરદાર સ્મારક’ના નામે ઓળખાય છે. મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત સરદારની ગુજરાત કલબમાં થઈ હતી. જુવાન વલ્લભભાઈ પટેલ સાથે થઈ. જે મુલાકાતે દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. વલ્લભભાઈ પટેલ પર ગાંધીજીના વિશ્વાસે વલ્લભભાઈ આઝાદીની લડતમાં આગેવાની લઈ સરદાર બન્યા.

અને ત્યારબાદ જ્યારે જ્યારે ગાંધીજી અમદાવાદ પ્રેમાભાઈ હોલમાં ભાષણ આપવા આવતા ત્યારે ભદ્રમાં આવેલ મકાનમાં જ્યાં વલ્લભભાઈ પટેલ રહેતા હતા ત્યાં અવશ્ય જતાં અને ત્યારથી આ મકાન રાષ્ટ્રીય-આઝાદીની ચળવળનું ભાગ બન્યુ હતુ.

૧૯૧૭માં શહેર મ્યુનિસિપાલિટીની ચૂંટણી આવી. વલ્લભભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી, ખુબ જ બહુમતિથી જીત્યા અને ૧૯ર૪માં મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. જે ૧૯ર૮ સુધી પ્રમુખસ્થાને રહ્યા હતા.

બાપુના સંસર્ગમાં આવ્યા બાદ તેમનું જીવન જ બદલાઈ ગયુ હતુ. અને આઝાદી ચળવળમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કર્યુ. શહેરમાં પડેલ મીલોની હડતાળ, બારડોલી ખેડા સત્યાગ્રહમાં આગળ પડતો ભાગ લીધો હતો. લડતની આગેવાની પણ લીધી હતી.

દરમ્યાનમાં વલ્લભભાઈ પટેલે એક નાનકડી ઓફિસ ગાંધીરોડ પર રાખી હતી. જ્યાં તેઓ તથા તેમના મિત્રે ભજીયા કલબ શરૂ કરી હતી. વલ્લભભાઈ પટેલ ભજીયાના ખુબ જ શોખી હતા. ઈતિહાસકાર રીઝવાન કાદરી કે જેઓ ‘સરદાર પટેલ એક સિંહપુરૂષ’ પુસ્તિકાના  લેખક છે. તેઓએ હાલમાં સરદાર સ્મારક જે ટ્રસ્ટ પાસે છે

તે મ્યુનિસિપલ કોર્પોેરશને હસ્તગત કરી તેમાં નાનકડું પુસ્તકાલય બનાવી, સરદારના જીવન-કવન ઉપરના પુસ્તકો ગોઠવવા જાઈએ. જેથી આજની પેઢી તથા આવનારી પેઢીને સરદારનો શાબ્દિક  પરિચય થાય. આ ઉપરાંત હાલના સરદાર સ્મારક ભવન’ સરદારનું એક બાવલું મુકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવ્યુ છે.

યુવાવસ્થાથી જ સરદાર નીડર, હતા, વકીલાત કરતા, પરંતુ જુઠ્ઠાણું ચલાવી લેતા નહીં. તેને કારણે કેસ જતો કરવો પડે તો ભલે પરંતુ એવા કેસો લેતા જ નહીં. આ ૩૧મી ઓક્ટોબરે સરદારશ્રીની જન્મ જ્યંતિ પ્રસંગે વંદના.
-ભરત દેસાઈ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.