નરોડાનું મ્યુ. તંત્ર ખાડે ગયું છે કોઈ ધ્યાન આપતું જ નથી?!
તસવીર નરોડા કઠવાડા રોડ શ્રેયાંસનાથ સોસાયટી થી સુમતીનાથ સોસાયટી, મુરલીધર સોસાયટી પાસે ઉભરાતા ગટરના પાણીની છે! અને તેને લઈને નરોડા કઠવાડા રોડ ઉપર આવેલી ગટરો બેક મારવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોએ આખરે કોંગ્રેસના દરવાજા ખટખટાવતા કોંગ્રેસના સ્થાનિક વોર્ડના અગ્રણી શ્રી સજજનસિંહ જાડેજાએ કોર્પોરેશનના અધિકારીને જાણ કરતા
અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સાજીદખાન પઠાણે વિસ્તારની મુલાકાત લઇ અધિકારીઓને આડેહાથ લેતા આખરે નરોડા કઠવાડા રોડ પર ઉભરાતી ગટરો નો પ્રશ્ન હાથ પર લેવાયો હતો અને લોકોએ પણ રજૂઆત કરી હતી તેની આ બોલતી તસ્વીર છે બધાએ ભાજપના ચાર કોર્પોરેશન કોર્પોરેટરોને મત આપી જીતાડ્યા છે
પણ ચૂંટાયા પછી આ વિસ્તારમાં કોઈ ફરક્યા જ નથી હવે વિધાનસભાની ચૂંટણી આવશે એટલે ભાજપને નામે મત લેવા આવશે! લોકો જાગૃત ના હોય અને ઉંઘતા રહે ત્યારે આવું જ ચાલવાનું કે શું ?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
નરોડા કઠવાડા રોડ ઉપર ઉભરાતી ગટરો ના પાણી સોસાયટીમાં બેક મારતા વિકટ સમસ્યા સર્જાતા નરોડા વોર્ડના કોંગ્રેસ અગ્રણી સજ્જનસિંહ જાડેજા અને કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સાજીદખાન પઠાણે વિસ્તારની મુલાકાત લઈ પ્રશ્નનો ઉકેલ હાથ ધર્યો!!