Western Times News

Gujarati News

નવા ગાજીપુર વાડમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ૫૦૦થી વધુ વ્યક્તિઓએ સ્થળાંતર કર્યું

પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધા નું મોત -નડિયાદમાં મુશળધાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં છેલ્લા ૨૪ કલાકમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગતરાત્રે મુસળધાર વરસાદ વરસતાં ઠેકઠેકાણે પાણી ?ભરાઈ ગયા છે. તો આવા વરસાદથી જિલ્લા વાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

નડિયાદમા વરસેલા વરસાદના કારણે શહેરના નવા ગાજીપુર વાડમાં ઘરોમાં વરસાદી પણી ભરાઈ ગયા હતા. જેના કારણે ૫૦૦થી વ્યક્તિઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી આ ઉપરાંત માઈ મંદિર ગરનાળા તરફ કાંસ પરની દુકનો પૈકી બે દુકાનો કાંસમા ગરકાવ થઈ ગઈ હતી. જાેકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાનુ જાણવા મળે છે.

નડિયાદમા રવિવારે રાત્રે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે શહેરના તમામ ગરનાળાઓ પાણીથી જળબંબાકાર થઈ ગયા છે જેના કારણે પશ્ચિમ તરફનું વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે

પશ્ચિમથી પૂર્વ તરફ આવવા માટે અને પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે વાહન ચાલકોને બે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડ્યો હતો. નડિયાદની પ્રજાને ખૂબ જ અલગથી નો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના એસીતેસી આ વરસાદએ કરી દીધી હતી

નડિયાદમાં વરસેલા વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના નવા ગાજીપુર વિસ્તારમાં વરસાદના પગલે કેડ સમા પાણી ભરાઈ ગયા હતા આ પાણી લોકોના ઘરોમાં પણ ફરી વળ્યા હતાં જેના કારણે અહીંયા રહેતા ૫૦૦ લોકો ને ઘરવખરી લઈને નજીક આવેલા એપીએમસીના શેડમાં રહેવા આવી ગયા હતા.

મહત્વનું છે કે આ ભાગ નીચાણમાં હોવાથી અને નજીકમાં તળાવ હોવાથી સામાન્ય વરસાદ પડે ત્યારે છાશવારે આવી સ્થિતિ સર્જાય છે. અહીંયા રહેતા લગભગ ૧૦૦થી વધુ પરિવારો ચોમાસાની સિઝનમાં મુશ્કેલીમાં મુકાય છે પાલિકા તંત્ર કોઈ કાયમી હલ લાવતી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

બીજી બાજુ નડિયાદમાં ધોધમાર વરસાદના પગલે સંતરામ રોડથી માઈ મંદિર ગરનાળા તરફ જતા કાંસ પર આવેલી દુકાનો પૈકી બે દુકાનો કાસમાં ગરકાવ થઈ ગઈ હતી આ બે પૈકી એક દુકાન કરિયાણાની હતી તો અન્ય એક દુકાન બંધ હાલતમાં હતી.

મોડી રાત્રે ઘટના બની હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. અગાઉ પણ અહીંયા પાછળ આવેલ કાંસ પરની લગભગ નવ જેટલી દુકાનો કડડભૂસ ધરાસાઈ થઈ ગઈ હતી. તો પાલિકા કચેરી નજીક આવેલી કાસ પરની દુકાનો સાવચેતીના પગલાં રૂપે તાજેતરમાં ખાલી કરાઈ હતી. હજુ પણ નડિયાદ શહેરમાં કાસ પરની જર્જરીત દુકાનો જાેવા મળે છે તો આ મામલે પાલિકા ઊણી ઉતરી કાર્યવાહી કરે તેવી માંગ નગરજનોએ કરી છે.

પાલિકા તંત્રને ચોમાસા ટાણે જ વૈશાલી ગરનાળુ પહોળું કરવાનું છે. જેથી આ કામગીરી સામે સ્થાનિક લોકોએ અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. કામગીરી ચોમાસામાં શરુ કરાતા અહીયા નજીક આવેલ સ્કૂલના કારણે લોકોને અવરજવરમા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાયકલ લઈને આવતા જતા વિદ્યાર્થીઓને છેક કિડની વાળા બ્રિજનો ઉપયોગ કરવો પડ્યો છે અને લાંબુ ચક્કર લગાવવા મજબૂર થવું પડ્યુ છે.

જાેહરાબીબી હુસેન મિયા મલેક રહે નડિયાદ ગાજીપુર વાળા ઉંમર ૭૦ વર્ષ આજે આ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીચું હતું જેને લઇ આ વિસ્તારમાં દુઃખની લકીર ખેંચાઈ ગઈ છે મોટી ઉંમરના આ વૃદ્ધા હોય ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાં પડી જવાથી તેનું મોત થયું હોવાની શક્યતા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.