કોહલી ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહ્યો છે
કોહલી ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહ્યો છે, ઘણી ટિકાઓ થઇ રહી હોવા છતા ટીમ મેનેજમેન્ટ વિરાટ કોહલી સાથે ઉભું છે
વેંકટેશ પ્રસાદની પ્રતિક્રિયા પહેલા ગાંગુલી, સેહવાગ, યુવરાજ પણ ડ્રોપ થતા હતા
નવી દિલ્હી,ઇંગ્લેન્ડ સામે ભારતે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતને આ જીત મળી છે. જાેકે આ સાથે ઘણા સવાલ ઉભા થયા છે. જેમાં સૌથી મોટી ચિંતા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ છે. વિરાટ સતત ફેઇલ થઇ રહ્યો છે. આવામાં તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
પહેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવે વિરાટ કોહલી પર સવાલ ઉઠાવ્યા હતા. હવે ભારતના પૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે સવાલ ઉઠાવ્યા છે. વેંકટેશ પ્રસાદે ત્રીજી ટી-૨૦ મેચ પછી વિરાટ કોહલીનું નામ લીધા વગર ટિકા કરી છે. વેંકટેશ પ્રસાદે લખ્યું કે એક સમય હતો જ્યારે તમે આઉટ ઓફ ફોર્મમાં હોય તો તમને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવતા હતા ભલે તમે કોઇપણ હોય. સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહિર ખાન, હરભજન સિંહ બધાને ડ્રોપ કરવામાં આવ્યા છે, જ્યારે તે ફોર્મમાં ન હતા.
આ બધાએ ઘરેલું ક્રિકેટમાં વાપસી કરી, રન બનાવ્યા અને પછી ટીમ ઇન્ડિયામાં આવ્યા હતા. વેંકટેશ પ્રસાદે લખ્યું કે હવે ચીજાે બદલાઇ ગઈ છે. હવે આઉટ ઓફ ફોર્મ હોવા પર તમને આરામ આપવામાં આવે છે. આ આગળ વધવાની કોઇ રીત નથી. દેશમાં ઘણું ટેલેન્ટ છે અને તમે ફક્ત નામના હિસાબે રમી શકો નહીં. ભારતના સૌથી શાનદાર મેચ વિનરમાંથી એક અનિલ કુંબલેએ પણ ઘણી વખત બહાર બેસવું પડ્યું હતું. વિરાટ કોહલી ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહ્યો છે.
વિરાટે ઇંગ્લેન્ડ સામે બે ટી-૨૦ મેચ રમ્યો હતો. જેમાં બીજી ટી-૨૦માં ૧ રન અને ત્રીજી ટી-૨૦માં ૧૧ રન બનાવ્યા હતા. વિરાટના ખરાબ ફોર્મની ઘણી ટિકાઓ થઇ રહી હોવા છતા ટીમ મેનેજમેન્ટ વિરાટ કોહલી સાથે ઉભું છે. કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું કે બહાર થતા શોરને સાંભળી રહ્યા નથી. ટીમને ખબર છે તેમણે શું કરવાનું છે.ss1