Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી પડ્યો છે

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, આજી નદી ગાંડીતૂર થતા પાણીનો ભરાવો વિસ્તારોમાં થઈ રહ્યો છે

ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ કરાઈ

રાજકોટ,સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ ખાબકી પડ્યો છે. ત્યારે આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો ર્નિણય લેવાયો છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવે છે જેની નોંધ લઈ તમામ પરિક્ષાર્થીઓને જાણ કરવા વિનંતી તેવુ જણાવાયુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયાયકે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજાેના આચાર્યો તથા અનુસ્નાત ભવનનાં અધ્યક્ષોને જણાવવાનું કે, તારીખ ૫ જુલાઈના રોજથી શરૂ થયેલ પરીક્ષાના દરમ્યાન આજરોજ તારીખ ૧૨ જુલાઈના રોજની પરીક્ષા અતિભારે વરસાદને કારણે રદ્દ કરવામા આવે છે જેની નવી તારીખ હવે પછી જાહેર કરવમાં આવશે.

ભારે વરસાદ વચ્ચે ન્યારી-ર ડેમના ૪ દરવાજા બે ફટ ખોલવામાં આવ્યા છે. પડધરી તાલુકાના ન્યારી-૨ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના ૪ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી અને તરધડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. તો રાજકોટમાં લલુડી વોકડી વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.

ત્યારે રાજકોટના મેયર પ્રદીપ ડવ લોકોની વચ્ચે પાણીમાં પહોંચ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આજી નદી ગાંડીતૂર થતા પાણીનો ભરાવો વિસ્તારોમાં થઈ રહ્યો છે. જામકંડોરણા પાસેનો ફોફળ ડેમ ૧ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં પગલે પાણી આવક વધતા નીચાણવાસમાં દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડી ગામના લોકોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર નહિ કરવા તંત્ર દ્વારા સૂચના અપાયા છે. દૂધીવદરથી મોટા ભાદર તરફ જવાનો ફોફળના કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો માટે રસ્તો બંધ કર્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.