રેડિયો જોકી કૃણાલના પિતાએ આપઘાત કર્યો
અમદાવાદ, શહેરના જાણીતા રેડિયો જાેકી કૃણાલના પિતા ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. એમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી.
ઇશ્વરભાઇની જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મૃત હાલતમાં દેહ મળી આવ્યો હતો. સોલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદને મિર્ચી મુર્ગા નામે હસાવનાર રેડિયો જાેકી ઇત્ન કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે.
તેમણે એક સ્યૂસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે. હાલ, સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી છે.
આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬ની ૨૧ જાન્યુઆરીએ આરજે કૃણાલની પહેલી પત્ની ભૂમિ દેસાઈએ આનંદનગરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલા સચિન ટાવરના એચ બ્લોકના દસમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.
ભૂમિએ આપઘાત કરતાં પહેલાં તેના મિત્ર મિતેષ સોનીને BBA કર્યો હતો. મ્મ્છનો અભ્યાસ કરેલી અને ખાનગી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર નોકરી કરી ચૂકેલી ભૂમિએ માત્ર બે મહિનાના લગ્નગાળામાં જ આત્મહત્યા કેમ કરી લીધી હતી.
પોલીસની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, એક વર્ષ અગાઉ સંપર્કમાં આવ્યા પછી પ્રેમસંબંધ બંધાતાં પરિવારની સંમતિથી તા. ૨૪-૧૧-૨૦૧૫ના રોજ ભૂમિએ કૃણાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતાં ભૂમિએ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો ખૂલી હતી.SS1MS