શહેનાઝ ગિલે લીધી મુંબઈના વરસાદની મજા
મુંબઈ, બિગ બોસ ૧૩થી પોપ્યુલર થયેલી પંજાબી એક્ટ્રેસ શહેનાઝ ગિલે હાલમાં મુંબઈના ચોમાસાની મજા લીધી હતી. ર્રૂે્ેહ્વી પર ચેનલ ધરાવતી એક્ટ્રેસે એક વ્લોગ શેર કર્યો છે, જેમાં તે ગ્રામજનો સાથે ખેતરમાં ખેતી કરતી, મહિલાઓ સાથે મસ્તી કરતી અનેપહાડો વચ્ચેથી પસાર થતો ધોધ જાેવા માટે કલાકો સુધી ચાલતી જાેવા મળી. શહેનાઝ ગિલે વીડિયોમાં કહ્યું ‘મેં સાંભળ્યું છે કે મુંબઈનું ચોમાસું બેસ્ટ છે.
બસ તો નીકળી પડી છે મારી સવારી ચોમાસું એન્જાેય કરવા અને ટ્રેકિંગ કરવા’. તેણે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે ઘૂંટણ સુધીન પાણીમાં ડાંગરના ખેતરમાં ગ્રામીણો સાથે કામ કરતી દેખાઈ. હાથ-પગ અને ચપ્પલ કાદવ-કાદવ થઈ ગયા હોવા છતાં કુદરતને માણવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ. સ્ટાર હોવા છતાં શહેનાઝ ગિલ ડાઉન ટુ અર્થ છે અને તેની આ સાઈડ વીડિયોમાં પણ જાેવા મળી.
તેણે ત્યાં પહોંચતા જ તે ત્યાંના લોકો સાથે જમશે તેમ કહી દીધું. તેણે કહ્યું ‘હું ખાઈ લઈશ શાક, મને મજા આવી રહી છે’. તેણે ઠંડા વાતાવરણમાં ગરમાગરમ જલેબી પણ ખાધી. એક ખેડૂતે જ્યારે તેને તેના કામના પૈસા આપવાની વાત કરી ત્યારે કહ્યું ‘પ્રેમ કરો, પ્રેમ આપો અને પ્રેમ લો’. વીડિઓમાં તેણે તેના કાદવવાળા પગ દેખાડ્યા અને વહેતા પાણીમાં ચપ્પલ ઘસી-ઘસીને સાફ પણ કર્યા.
તેણે કહ્યું ‘મારી ચપ્પલ તમે ખરીદી શકો છો, કરોડોમાં વેચાશે. કારણ કે, તેમાં મારા દેશની માટી લાગેલી છે’. વોટરફોલ જાેવા જવાના રસ્તા પર જતી વખતે શહેનાઝ ગિલે કહ્યું ‘આજનો દિવસ મેં મન ભરીને જીવ્યો. આજે મેં જીવનને અલગ રીતે જીવ્યું. પહેલા ખેતી કરી અને હવે ધોધ જાેવા મળી રહી છું.
હું એકલી છું અને ખુશ છું. દરેક વ્યક્તિએ મી-ટાઈમ માણવો જાેઈએ. જ્યારે તમે આવી જગ્યાએ જતા હો તો તો પછી મજા જ મજા છે’. વીડિયોમાં શહેનાઝ ગિલ અત્યંત ખુશ દેખાઈ. તેણે કહ્યું ‘આ મારો પહેલો અનુભવ છે. હું આમ તો ડેલહાઉસીમાં રહી છું.
પરંતુ આ લાગણી અલગ છે’. રસ્તામાં તેણે બેરીઝ પણ ખાધી. માથાથી પગ સુધી ભીંજાયેલી શહેનાઝે કહ્યું ‘હું થાકી ગઈ છું, પરંતુ મારો મૂડ ખરાબ નહીં કરું. મારે ઘરે જવા માટે હેલિકોપ્ટર બોલાવવું પડશે’. તેણે પહાડોમાં ‘આઈ લવ યુ શહેનાઝ’ની બૂમો પણ પાડી.
જાે કે, વરસાદ હોવાથી તેનો પડઘો ન સંભળાયો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શહેનાઝ ગિલ બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. તે સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં જાેવા મળશે.SS1MS