Western Times News

Gujarati News

આમિર લાલ સિંહ ચડ્‌ઢાના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો

મુંબઈ, આમિર ખાન અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્‌ઢા’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મની લાંબા સમયથી ચાલી રહેલી સિક્વન્સના શૂટિંગ દરમિયાન આમિરના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી.

શૂટિંગ દરમિયાન જ્યારે આમિરે લાંબા સમયવાળુ સિક્વન્સ કરવાનું શરૂ કર્યું તો તેના ઘૂંટણમાં ઈજા પહોંચી તેણે ફિઝિયોથેરપીની સારવાર કરાવવી પડી, તેમ છતાં તેણે હાર ન માની અને દોડતા સમયે દુખાવાથી બચાવવા માટે પેઈનકિલર્સ દવાઓ લીધી. મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતો આમિર ખાન એક મિનિટ પણ બગાડવા માગતો નહતો કેમ કે કોરોના મહામારીના કારણે ફિલ્મનું શૂટિંગ પહેલાથી વિલંબમાં હતું અને આ વખતે તે રાહ જાેવા માટે તૈયાર નહોતો અને તેણે લાંબા સમયથી ચાલી રહેલી આ સિક્વન્સનું શૂટિંગ ચાલુ રાખવાનો ર્નિણય કર્યો.

જાે કે, આમિર ખાન માટે શૂટ કરવાનું સરળ નહોતું, તેમ છતાં તેણે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. ‘રનિંગ સિક્વન્સ’માં લાલ સિંહ ચડ્‌ઢા વર્ષો સુધી દોડે છે, ભારતના દરેક સુંદર લોકેશનમાંથી પસાર થઈ પોતાના જીવનમાં માઈલસ્ટોન હાંસલ કરે છે. આમિર ખાન અને કરિના કપૂરની લાલ સિંહ ચડ્‌ઢા દેશની ૧૦૦થી વધુ જગ્યાઓ પર શૂટ કરવામાં આવી છે.

તે સાથે જ ૨૦૦ દિવસથી વધુ દિવસ આ ફિલ્મનું શૂટિંગ ચાલ્યું છે. આ આમિર ખાનની ફિલ્મ લગાન પછી શૂટ કરવામાં આવેલી સૌથી લાંબી ફિલ્મ છે. ફિલ્મમાં કોઈપણ પ્રકારની ખામી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખે છે આમિર ખાન, તેથી તેણે બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે.

આમિર ખાન પ્રોડક્શન, કિરણ રાવ અને વાયકોમ ૧૮ સ્ટૂડિયો દ્વારા નિર્મિત ‘લાલ સિંહ ચડ્‌ઢા’માં આમિર ખાનની સાથે કરિના કપૂર, મોના સિંહ અને ચૈતન્ય અક્કિનેની પણ છે. તે ‘ફોરેસ્ટ ગંપ’ની સત્તાવાર રિમેક છે. ફિલ્મ ૧૧ ઓગસ્ટના રોજ દેશ અને દુનિયામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.