Western Times News

Gujarati News

જાન્હવી કપૂરની ફિલ્મ ગુડ લક જેરીનું ટ્રેલર લોન્ચ

મુંબઈ, નશો કોઈપણ હોય, બેકાર હોય છે, શરીર તોડે છે, બીમારી લાવે છે, લાચાર કરી દે છે. આ લાઈન સાથે શરૂ થાય છે જાન્હવી કપૂરની ગુડ લક જેરીનું ધમાકેદાર ટ્રેલર. ૨ મિનિટ ૫૦ સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ રોમાંચક છે.

ગુડ લક જેરીના ટ્રેલરમાં ઈમોશન, સસ્પેન્સ, ટિ્‌વસ્ટ અને હાસ્ય છે. મતલબ કે એક બિહારી યુવતી અને તેનો ગરીબ તેમજ બીમાર પરિવાર. કામની શોધ અને પંજાબમાં ફેલાયેલો ડ્રગ્સનો ધંધો. ગુડ લક જેરી’ના ટ્રેલરમાં દેખાડાયું છે કે જયા કુમારી નામની એક છોકરી કે જેના પિતાનું મોત થઈ ગયું છે અને તેનો પરિવાર ખૂબ જ ગરીબ છે. પૈસાની જરૂર હોવાથી જયા કુમારી ડ્રગ્સના ધંધામાં પ્રવેશ કરે છે.

પછી શું થાય છે તે જાણવા માટે ‘ગુડ લક જેરી’ ફિલ્મ જાેવી રહી. સિદ્ધાર્થ સેનગુપ્તા ડિરેક્ટેડ ફિલ્મ ‘ગુડ લક જેરી’માં એક્ટ્રેસ જાન્હવી કપૂર સિવાય એક્ટર દીપક ડોબરિયાલ, મીતા વશિષ્ઠ, સુશાંત સિંહ, નીરજ સૂદ સહિતના કલાકારો મુખ્ય રોલમાં છે.

તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે ‘ગુડ લક જેરી’નું પંજાબમાં શૂટિંગ શરૂ થયું હતું. વર્ષ ૨૦૧૮માં ‘કોલામાવુ કોકિલા નામની તમિલ ફિલ્મ આવી હતી અને ‘ગુડ લક જેરી’ આ તમિલ ફિલ્મની રીમેક છે. પહેલા એવું કહેવાતું હતું કે ‘ગુડ લક જેરી’ થિયેટર્સમાં રિલીઝ થશે પણ હવે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે.

તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના દિવસે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર ‘ગુડ લક જેરી’ ફિલ્મ રિલીઝ થશે. જાે એક્ટ્રેસ જાન્હવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘ગુડ લક જેરી’ સિવાય તે હવે ‘મિલિ’, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’, ‘બવાલ’ નામની ફિલ્મમાં એક્ટિંગ કરતી જાેવા મળશે.

જાન્હવી કપૂરે વર્ષ ૨૦૧૮માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘ધડક’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતની ઘણા સમયથી રાહ જાેવાઈ રહેલી અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક અને ટીઝર આખરે સામે આવ્યું છે, જેમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના લૂકમાં જાેવા મળી. તેની પહેલી ઝલક દમદાર છે.

પોસ્ટર શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે ‘રજૂ કરી રહી છું ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક! દુનિયાના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી અને વિવાદાસ્પદ મહિલાઓમાંથી એકનું ચિત્રણ’. ‘ઈમરજન્સી’ના ફર્સ્ટ લૂક પોસ્ટરની વાત કરીએ તો, કંગના રનૌતે ઈન્દિરા ગાંધીના લૂકને પૂરી રીતે અપનાવી લીધો છે.

પોસ્ટરમાં એક્ટ્રેસના હાથમાં ચશ્મા અને આંખમાં નિરાશા છે. આ પોસ્ટરની સાથે એક્ટ્રેસે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું ગઈ હોવાનું પણ જણાવ્યું છે. કંગના આ ફિલ્મની રાઈટર અને ડિરેક્ટર પણ છે. આ ફિલ્મ તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બની રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.