ગુજરાતી ભાષામાં નીટ અને જેઇઇ પરીક્ષાઓની તૈયારી માટે સાઇગેટ એપ લોંચ કરાઇ
અમદાવાદ, સમગ્ર ગુજરાતના સરકારી મેડીકલ કોલેજ માટે નીટ અને JEE માટે જેઇઇની પરીક્ષા માટે તનતોડ મહેનત કરતાં વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર છે. આ વિદ્યાર્થીઓ તેમના ઘરેથી જ અનુકૂળ રીતે પરીક્ષાની તૈયારી કરીને અપેક્ષિત લક્ષ્ય હાંસલ કરી શકે તે ઉદ્દેશ્યથી સાઇગેટ એપ લોંચ કરવામાં આવી છે.
દર વર્ષે સમગ્ર ભારતમાં લાખો વિદ્યાર્થીઓ નીટ અને જેઇઇની તૈયાર કરી છે અને તેમાં ગુજરાતી વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા ૮૦,૦૦૦ની આસપાસ છે. જાેકે, તૈયાર કરવા સંબંધિત સચોટ માર્ગદર્શન અને નિષ્ણાંત ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ તેજસ્વી હોવા છતાં પણ આશાસ્પદ પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે છે.
આ સમસ્યાના ઉકેલ માટે એજ્યુટેક કંપનીના સ્થાપક સાદિક ઘાંચી દ્વારા સાઇગેટ નામની અનોખી એપ લોંચ કરવામાં આવી છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ આ એપ ઉપર દરેક વિષયના બે વિષય એક્સપર્ટ્સ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયરૂપ બનશે.
આ ઉપરાંત ચેલેન્જર ઝોનમાં દર ૧૫ દિવસે પરિક્ષા અને ચેલેન્જર્સ માટે આકર્ષક ગિફ્ટ્સ, વન-ઓન-વન લાઇવ પર્સનલ કાઉન્સિલિંગ તથા વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ સહિતની વિશેષતા ધરાવતી એપ વિદ્યાર્થીઓને વન-સ્ટોપ-સોલ્યુશન પ્રદાન કરશે.