Western Times News

Gujarati News

એમ્બ્યુલન્સ પહોંચી શકતી ન હતી એ જગ્યાએ 108ની ટીમે ટ્રેક્ટરમાં જઈને આધેડનો બચાવ્યો જીવ

108 ટીમની સરાહનીય કામગીરી

હાલમાં રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે રાહતની તેમજ બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જેમાં 108 ઈમરજન્સી સેવાના પણ અનેક સરાહનીય કામગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ભુજ નજીક નાગોર પાસેનો સામે આવ્યો છે.

તાજેતરમાં જ 108 ઇમરજન્સીને કોલ મળ્યો કે કચ્છમાં થયેલ મુશળધાર વરસાદને કારણે ભુજ નજીક નાગોર રોડ, પાંજરાપોળ વિસ્તારના વાડી વિસ્તારમાં એક અજાણી વ્યક્તિ ખેતરમાં અર્ધબેભાન અવસ્થામાં  પડેલા છે.

પરંતુ ખેતર 108 એમ્બ્યુલન્સ જઈ શકે તેમ હતી નહોતી એટલે 108 એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી શૈલેષ રાઠોડ અને પાયલોટ હિરેન ચિત્રોડીયાએ એ ગામના સેવાભાવી દર્શનભાઈ રાજગોરની મદદથી ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. આમ, ગામ લોકોનો સહયોગ લઈ જરૂરી સ્ટ્રેચર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જ્યારે 108ની ટીમ દર્દી પાસે પહોંચી ત્યારે દર્દી સતત વરસાદમાં પડી રહેવાના કારણે ઠંડીથી ઠુઠવાઈને અર્ધબેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક 108 સેન્ટરના ડોક્ટરની સલાહ લઈને બોડી વામ કરવા સાથે

રહેલા પ્લાસ્ટિકના કવરથી બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલ ભુજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ, 108ની ટીમે સહરાનીય કામગીરી કરીને નવજીવન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.