ભારતના કેરલ રાજ્ય પાસે હવે પોતાનું ઇન્ટરનેટ, દેશનું સૌ પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યુ
નવીદિલ્હી, કેરળ પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે. કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લાઇસન્સ મળ્યું છે. મુખ્યમંત્રી પી.વિજયને ગુરુવારે કહ્યું હતું કે કેરળ દેશનું પહેલું અને એકમાત્ર રાજ્ય છે જ્યાં તેની પોતાની ઇન્ટરનેટ સેવા છે.
કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડ એ રાજ્યમાં દરેકને ઈન્ટરનેટની ઍક્સેસ મળે તેની ખાતરી કરવા માટે સરકારનો મહત્વાકાંક્ષી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લાયસન્સ મળ્યા બાદ સમાજમાં ડિજિટલ વિભાજન ઘટાડવા પ્રોજેક્ટ હેઠળ કામ શરૂ કરી શકાશે. વિજયને ટિ્વટર પર કહ્યું હતું કે કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જેની પાસે પોતાની ઈન્ટરનેટ સેવા છે.
તેમણે ટિ્વટર પર લખ્યું હતું કે, કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં તેની ઇન્ટરનેટ સેવા છે. કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને @DoT_India તરફથી આઇએસપી લાઇસન્સ મળ્યું છે. હવે અમારો પ્રતિષ્ઠિત #KFON પ્રોજેક્ટ ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર બનાવવા માટે કામગીરી શરૂ કરી શકે છે.
KFON યોજના BPL પરિવારો અને ૩૦,૦૦૦ સરકારી કચેરીઓને મફત ઈન્ટરનેટ પ્રદાન કરવાની પરિકલ્પના છે. અગાઉની ડાબેરી સરકારે ૨૦૧૯માં ઈન્ટરનેટ કનેક્શનને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો અને રૂ. ૧,૫૪૮ કરોડનો KFON પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.HS1MS