Western Times News

Gujarati News

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે

ગાંધીનગર, એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ૧૭ જુલાઈના રોજ ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ એક દિવસના પ્રવાસે ગાંધીનગરમાં આવશે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દ્રૌપદી મુર્મુ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને ૧૬ થી ૧૮ જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. દ્રૌપદી મુર્મુ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ૧૭ જુલાઈના રોજ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. જેના ભાગરૂપે ૧૮ જુલાઈએ ભાજપના ધારાસભ્ય દળની એક બેઠક મળશે. આ સિવાય ભાજપના તમામ ધારાસભ્યોને ૧૬થી ૧૮ જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે ૨૦થી વધુ નામ હતા. પરંતુ તેમાંથી દ્રૌપદી મુર્મૂ એનડીએના ઉમેદવાર બશે. દ્રૌપદી મુર્મૂના સફર વિશે વાત કરીએ તો તેમણે ઓડિશાના પાર્ષદ બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.