શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૨૨૧ પોઈન્ટથી ખુલ્યો
મુંબઇ, નબળા વૈશ્વિક સંકેતોની અસર આજે શેરબજારમાં જાેવા મળી છે. અમેરિકામાં ફુગાવાના આંકડા ૪૧ વર્ષની ટોચે પહોંચ્યા બાદ યુએસ માર્કેટમાં ઘટાડો જાેવા મળ્યો છે અને તેની અસર ભારતીય શેરબજાર પર જાેવા મળી રહી છે. જાેકે, બજાર નબળાઈ પર ખુલ્યા બાદ શરૂઆતના કારોબારમાં તે મજબૂત બન્યું છે. બજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ છે. BSE સેન્સેક્સ ૨૨૧.૭૩ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકાના વધારા સાથે ૫૩,૬૩૭ પર ખુલ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી ૭૨.૧૫ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકાના વધારા સાથે ૧૬,૦૧૦ પર ખુલવામાં સફળ રહ્યો છે.
નિફ્ટીના ૫૦માંથી ૪૦ શેરો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને બાકીના ૧૦ શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય બેન્ક નિફ્ટી ૭૩.૩૦ અંક એટલે કે ૦.૨૧ ટકાના વધારા સાથે ૩૪,૭૨૪ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
બજારમાં આજે ચોતરફ ખરીદી જાેવા મળી રહી છે. આજના કારોબારમાં નિફ્ટી પર બેન્ક અને ફાઈનાન્શિયલ ઈન્ડેક્સમાં અડધા ટકાથી વધુની તેજી જાેવા મળી રહી છે. આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ અડધા ટકાથી વધુ ઉછળ્યા છે. નાણાકીય, મેટલ, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે.HS1MS